Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ 5 વસ્તુઓ પર દૂધનુ સેવન કરશો તો પડશો બીમાર

આ 5 વસ્તુઓ પર દૂધનુ સેવન કરશો તો પડશો બીમાર
, ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (17:36 IST)
અનેક લોકોની રોજ રાત્રે દૂધ પી ને સૂઈ જવાની ટેવ હોય છે.  રાત્રે સૂતા પહેલા દૂધ પીને સુવુ આરોગ્ય માટે ખૂબ લાભકારી પણ હોય છે. પણ દૂધ પીતા પહેલા એક વાર જરૂર ધ્યાન આપવુ જોઈએ કે છેવટે ડિનરમાં કશુ એવુ તો નહોતુ ખાધુ જેન પછી દૂધ પીવુ નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે. જી હા એવી ઘણી વસ્તુઓ છે જેના સેવન પછી દૂધ પીવુ નુકશાનદાયક હોઈ શકે છે. 
 
દાળ - દાળનુ સેવન આરોગ્ય માટે લાભકારી હોય છે.  પણ કેટલીક એવી દાળ છે જેના સેવન પછી દૂધ પીવુ ખૂબ નુકશાનદાયક હોઈ શકે છે.   જેવી કે મગ, અડદ અને ચણાની દાળ. આ દાળનુ સેવન કર્યા પછી દૂધ પીવાની સીધી અસર તમારા દિલ પર પડે છે.  જેનાથી હાર્ટ બ્લોકેઝ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
 
સલાદ - અનેક લોકો ડાયેટિંગના નમ પર રાત્રે ફક્ત સલાડ ખાવુ પસંદ કર છે. સલાદ ખાધા પછી જો દૂધ પીવામાં આવે તો દૂધ ઝેરીલુ થઈને પેટ દર્દની સમસ્યા ઉભી કરી શકે છે. ખાસ કરીને મૂળા, કાકડી અને ડુંગળી પછી દૂધ પીવુ ત્વચા સંબંધિત પરેશાનીઓનુ કારણ પણ બને છે. 
 
ફિશ - માછલીની તાસીર ગરમ હોય છે. ફિશ ખાતી વખતે સાથે દહી ખાવુ કે પછી ખાધા પછી દૂધનુ સેવન કરવુ ગેસ, એલર્જી અને ત્વચા સંબંધી પરેશાનીઓનુ કારણ બને છે. 
 
 
ફૂર્ટ્સ - ફળોમાં મોટાભાગે વિટામિંસ હોય છે. વિટામિંસ અને દૂધમાં કેલ્શિયમ આ બંને મળીને મળીને પેટમાં ઝેરીની ગેસ નુ ઉત્પાદન કરે છે. સંતરા અને અનાનસ જેવા ખાટા ફળ તો દૂધ પહેલા બિલકુલ ન લેવા જોઈએ.  તેનુ એક સાથે સેવન કરવાથી શરીરમાં કફની માત્રા વધે છે.  જેની સીધી અસર શરીરની પાચન ક્રિયા પર પડે છે. 
 
અનાનસ - અનાનસ કારેલા કે પછી વધુ મીઠાવાલા ફુડ ખાધા પછી દૂધનુ સેવન આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે.  આ વસ્તુઓનુ સેવન કર્યા પછી દૂધ પીવાથી ચામડીના રોગ જેવા કે દાદ ખાજ ખુજલી એગસિમા, સોરાયસીસ વગેરેની પરેશાની થઈ શકે છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Healthy રહેવા માંગો છો તો કિચનમાંથી દૂર રાખો આ 3 ટેસ્ટી વસ્તુઓ