Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ખાલી પેટ પી લો આ પાવડરમાંથી બનેલી ચા, પેટની બધી જ ચરબી અને ગંદકી થશે દૂર

Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (00:58 IST)
Amla Tea Benefits

 
સ્વાસ્થ્ય માટે સુપરફૂડ છે આમળા.   આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે જે વાળ, આંખો અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. રોજ આમળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. આમળાનું સેવન કરવાથી સ્થૂળતા પણ ઓછી થાય છે. આ માટે રોજ સવારે આમળાની ચા પીવો. આમળાની ચા પીવાથી પેટમાં જમા થયેલી બધી ગંદકી પણ બહાર નીકળી જશે. એટલે કે આમળાનો ઉપયોગ શરીરને સંપૂર્ણ રીતે ડિટોક્સ કરવા માટે કરી શકાય છે. ચાલો જાણીએ આમળા પાવડર ચા કેવી રીતે બનાવવી અને તેનાથી શું ફાયદા થાય છે.
 
કેવી રીતે બનાવવી આમળાની  ચા 
આમળાની ચા બનાવવા માટે એક કડાઈમાં 2 કપ પાણી ઉકળવા મુકો. થોડા આદુને પાણીમાં છીણી લો અને તેમાં 4-5 તુલસીના પાન નાખો. હવે પાણીમાં 1 ચમચી આમળા પાવડર નાખીને ઉકળવા દો. જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને તેને ગાળીને પી લો. તમારે તેને ચાની જેમ હૂંફાળું પીવું પડશે.
 
જો તમારી ઈચ્છા હોય તો ચા સિવાયના કોઈપણ ડ્રિંક કે સ્મૂધીમાં આ રીતે આમળા પાવડરનો ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ, ખાલી પેટ આમળાની ચા પીવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળશે. જેના કારણે શરીરમાં જામેલી ગંદકી પણ સરળતાથી નીકળી જાય છે.
 
આમળાની ચા પીવાના ફાયદા
- રોજ આમળાની ચા પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેનાથી કબજિયાત અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.
- આમળાની ચા પીવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આનાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે.
- વિટામિન સીથી ભરપૂર આમળાની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- આમળાની ચા મેટાબોલીજ્મને ઝડપી બનાવવાનું કામ કરે છે જેનાથી વજન ઓછું થઈ  શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments