Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કારેલાનો રસ ડાયાબીટીસ સાથે આ રોગોને પણ તમારી આસપાસ નહી ફરકવા દે, ફાયદા જાણશો તો તમે પણ રોજ પીશો

karela juice
, શુક્રવાર, 19 જુલાઈ 2024 (08:57 IST)
karela juice
દવા ખાવામાં હંમેશા કડવી હોય છે. કારેલાનો રસ પણ આવી દવા તરીકે કામ કરે છે. તેનો સ્વાદ કડવો હોવા છતાં, કારેલાનો રસ અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. હા, માત્ર કારેલાનું શાક જ નહીં, તેનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે. કારેલાનું શાક બહુ ઓછા લોકો પસંદ કરે છે. આ શાકભાજીની કડવાશને કારણે લોકો તેનાથી દૂર ભાગે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કારેલા ડાયાબિટીસમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કારેલાનો રસ પીવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કારેલામાં ફાઈબર, એન્ટીઑકિસડન્ટ, વિટામિન C, વિટામિન એ અને વિટામિન E ભરપૂર હોય છે. આ ઉપરાંત કારેલા કેલ્શિયમ અને આયર્નનો સ્ત્રોત છે. હવે આટલા બધા ગુણોથી ભરપૂર આ શાક શરીર માટે ફાયદાકારક તો રહેશે જ ને. જાણો કયા રોગોમાં કારેલાનો રસ લાભકારી છે?
 
કારેલાનો રસ પીવાના ફાયદા 
 
ડાયાબિટીસમાં ફાયદાકારકઃ- કારેલાના રસનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારેલામાં ઇન્સ્યુલિન જેવું પ્રોટીન જોવા મળે છે જેને પોલીપેપ્ટાઈડ પી કહેવાય છે. કારેલાનો રસ પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
 
ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે  - જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થતું હોય તો રોજ કારેલાનો રસ પીવો. કારેલાનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટી જાય છે.
 
વજન ઘટાડે- કારેલા એ ઓછી કેલરીવાળો ખોરાક છે જે ફાઈબરથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે તમે કારેલાનું શાક ખાઈ શકો છો. ઉપરાંત, કારેલાનો રસ પીવાથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. કારેલામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે સ્થૂળતા ઘટાડે છે.
 
ત્વચા માટે લાભકારી - કારેલામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. કારેલામાં વિટામિન A અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. કારેલાનો રસ પીવાથી તમારી ત્વચા ચમકદાર બને છે.
 
પાચન માટે સારું- જે લોકો સવારે કારેલાનો રસ પીવે છે તેમની પાચનશક્તિ સારી રહે છે. કારેલામાં ફાઈબર હોય છે જે પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે. આ માટે તમે રોજ કારેલાના શાકનું સેવન પણ કરી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમે ફ્રીજમાં મુકેલા લોટમાંથી રોટલી બનાવો છો? તો જાણી લો કેમ તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે છે નુકશાનદાયી