હાર્ટ એટેકની બીમારી એવી છે જે દરેક વયના વ્યક્તિને થઈ શકે છે. તેનુ એક કારણ ખોટુ ખાનપાન પણ છે. જો વ્યક્તિ પહેલા જ પોતાના ખાનપાનની વસ્તુઓમાં સાવધાની રાખે તો આ બીમારીથી મોટાભાગે બચી શકે છે.
જો તમે પણ આ બીમારીના ચપેટમાં આવતા બચવા માંગો છો તો તમારી ડાયેટમાં થોડો સુધાર લાવો. આજે અમે તમને ડાયેટમાં સામેલ કરનારા કેટલાક આવા જ આહાર વિશે બતાવીશુ, જેનુ સેવન કરીને તમે હાર્ટ અટેકથી બચી શકો છો.
1. ટામેટા - તમારા ડાયેટમાં ટામેટાનો સમાવેશ કરો. તેમા રહેલ લાઈકોપીન, બીટા કૈરોટીન, ફોલેટ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. તેનુ રોજ સેવન કરવાથી હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે.
2. દહી - રોજ દહીનુ સેવન કરવાથી હાર્ટ એટકનો ખતરો ઓછો થાય છે.
3. અડદની દાળ - રાત્રે અડદની દાળના 4 કે 5 ચમચી પાણીમાં પલાળીને મુકી દો. પછી સવારે તેને વાટીને દૂધમાં મિક્સ કરી લો અને સાથે જ ખાંડ મિક્સ કરી લો. તેનાથી કોલેસ્ટ્રોલનો ખતરો ટળે છે.
4. દૂધીનુ જ્યુસ - દૂધીને ઉકાળીને તેમા જીરુ, લીલા ધાણા, હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લો. આવુ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરો. તેનાથી હાર્ટ ડિસીસની સમસ્યા ઓછી થશે.
5. લીંબૂ પાણી - લીંબૂમાં એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે. જે બોડીનું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢે છે. તેનાથી હાર્ટ એટેકની પરેશાનીથી મહદઅંશે બચી શકાય છે.
6. ઘી અને ગોળ - જમ્યા પછી ઘી અને ગોળનુ સેવન કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે સાથે જ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.