Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉનાળામાં રોજ લસ્સી અને છાશ પીવાના ફાયદા

lassi chaach
, શુક્રવાર, 23 મે 2025 (15:00 IST)
lassi chaach
ગરમીના સમયમાં લસ્સી અને છાશ પીવી બધાને પસંદ હોય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે તમારા આરોગ્ય માટે પણ સારી હોય છે. ગરમી માટે તેને પરફેક્ટ માનવામાં આવે છે.  તેને પીને તમે ફ્રેશ અનુભવો છો અને આ તમારા શરીરને ઠંડક પહોચાડવાનુ કામ કરે છે. જો તમે ગરમીમા રોજ લસ્સી કે છાશ પીશો તો ગરમી સામે લડવુ તમારે માટે સરળ થઈ જશે.  
 
લસ્સી અને છાશ પીવાના ફાયદા 
લસ્સી અને છાશ બંને તમને હાઈડ્રેટ કરવાનુ કામ કરે છે જે ગરમીની ઋતુમાં ખૂબ જરૂરી હોય છે.  
- આ બંને ડ્રિંક દહીથી બનાવવામાં આવે છે જેમા ઘણા બધા પ્રોબિયોટિક્સ હોય છે જે તમને ડાયજેશન માટે સારા હોય છે. આ ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓને દૂર રાખે છે. 
- દરરરોજ તેનુ સેવન કરવાથી તમારુ કોલેસ્ટ્રોલ લેવલ ઓછી રહે છે અને હાર્ટ માટે પણ સારુ હોય છે.  
- લસ્સી અને છાશ તમને ઉર્જા આપવાનુ કામ કરે છે. કારણ કે તેમા ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે.  
- તેનાથી તમારા દાંત અને હાડકા મજબૂત રહે છે કારણ કે તે કેલ્શિયમનુ સારુ સ્ત્રોત હોય છે. 
- આ બ્લડ પ્રેશરને રેગુલેટ કરવામાં મદદ કરે છે જે તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. 
- લસ્સી અને છાશ પીવાથી તમારુ ગટ સ્વસ્થ બન્યુ રહે છે અને તેનાથી તમે તમારા વજનને પણ મેનેજ કરી શકો છો. 
 
વધુ સેવન પણ સારુ નથી હોતુ 
લસ્સી અને છાશના વધુ સેવનથી પણ તમને નુકશાન થઈ શકે છે. જરૂરી છેકે તેનુ સેવન નિયંત્રિત રૂપથી કરવામાં આવે. દિવસમાં તમારે માત્ર 1-2 ગ્લાસ લસ્સી કે છાશ પીવી જોઈએ. તેનાથી વધુ પીવાથી તમારી પાચનમાં પરેશાની થઈ શકે છે. અત્યાધિક ખાંડ કે ફળવાળી લસ્સી પીવાથી તમારુ વજન પણ વધી શકે છે.  જોકે લસ્સી  અને છાશ પીવુ મોટાભાગના લોકો માટે સુરક્ષિત હોય છે પણ જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો તમારા ડોક્ટર સાથે આ આ વિશે વાત કરી લો.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Apara Ekadashi 2025 - અપરા એકાદશી પર તમારા પ્રિયજનોને શુભેચ્છાઓ અને આશીર્વાદ મોકલો.