Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હેલ્થ કેર - ચોમાસામાં બીમારીઓથી બચવા શુ ખાવુ શુ ન ખાવુ ?

હેલ્થ કેર - ચોમાસામાં બીમારીઓથી બચવા શુ ખાવુ શુ ન ખાવુ ?
, સોમવાર, 5 ઑગસ્ટ 2019 (09:48 IST)
ચોમાસુ એટલે ભેજ..પાણી અને કીચડ.  આ ઋતુમાં આપણી આસપાસની દરેક વસ્તુ પર કીટાણુઓ હોય છે. તેથી આપણે ચોમાસમાં જલ્દી બીમાર પડીએ છીએ. ચોમાસામાં શરીર સાથે ખાવાપીવાની વસ્તુઓને લઈને પણ ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. 
 
ચોમાસામાં ખૂબ જ હળવો ખોરાક ખાવો જોઈએ કારણ કે  ઋતુમાં જઠરાગ્નિ નબળો પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરના દોષોમાં બેલેન્સ રહેતુ નથી.  સામાન્ય રીતે આપણે જ ખોરાક કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ, પણ ઋતુના ફેરફારના કારણે નબળો પડેલ જઠરાગ્નિ, ખોરાકને બરાબર પચાવી ના શકવાને કારણે આમદોષ પેદા થાય છે અને તે પિત્તને ઝડપથી બગાડીને એસિડીટી, તાવ, માથાનો દુ:ખાવો, શીળસ વગેરે સમસ્યાઓ પેદા કરે છે, માટે જ, મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ- નિયમો આ સમયગાળામાં આપતાં હશે ને ?
 
શુ ખાવુ જોઈએ ?
 
-તાવ, શરદી, એસિડિટી જેવા રોગોથી બચવા માટે, તાજો રાંધેલો, ઘરનો ખોરાક લેવો. 
- ખોરાકને 10% ઓછો લેવાથી સરળતાથી પચી જાય છે. તાવ આવે ત્યારે હલકો પ્રવાહી ખોરાક અને સંપૂર્ણ શારીરિક અને માનસિક (લેપટોપ, મોબાઇલ, ફોનને દૂર રાખવા) આરામ અત્યંત જરૂરી છે.
- સિઝન પ્રમાણેનાં પાકા મીઠાં ફળો, સફરજન, દાડમ વગેરે લેવાં.
 
શુ ન ખાવુ જોઈએ ?
 
- ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં 
 
-  અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિત્ઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં. બહારના ભોજનને ‘ના’ પાડવી. વાસી ખોરાક : અત્યારનાં ઓવન અને પેકિંગના જમાનામાં વાસી ખોરાકને ઓળખવો મુશ્કેલ છે, માટે થોડા સજાગ રહીને વાસી ખોરાકને અને તેના દ્ધારા Toxinsને તમારા પેટમાં જતાં રોકો.
- પાણી ઉકાળીને પીવું.
- આ ઋતુમાં પ્રવાસ જવાનુ પણ ટાળવુ જોઈએ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છોકરા-છોકરી સારા મિત્ર નહી હોઈ શકતા શા માટે કહે છે લોકો? આ રહ્યા 5 કારણ