Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ રીતે કરશો જાંબુનુ સેવન તો કરો દૂર થશે આ 5 હેલ્થ પ્રોબ્લેમ્સ

આ રીતે કરશો જાંબુનુ સેવન તો કરો દૂર થશે આ 5 હેલ્થ પ્રોબ્લેમ્સ
, ગુરુવાર, 14 જૂન 2018 (10:12 IST)
ઔષધીય ગુણોથી ભરપૂર જાંબુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેમા શરીર માટે જરૂરી બધા તત્વ રહેલા હોય છે. જાંબુનુ સેવન કરવાથી અનેક હેલ્થ પ્રોબ્લમ્સ દૂર થાય છે.  તેમા ભરપૂર માત્રામાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોવા મળે છે.  લૂ લાગતા જાંબુનુ સેવન કરવુ ખૂબ લાભકારી હોય છે.  તેનાથી કેંસરથી બચાવ અને મોઢાના ચાંદાથી રાહત મળે છે.  આવો જાણીએ જાંબુનું સેવન આરોગ્ય માટે કેવી રીતે છે લાભકારી. 
 
પથરીની સમસ્યા - આજકાલ પથરીની સમસ્યા થવી સામાન્ય વાત છે. દવાઓનું સેવન કરવાને બદલે જાંબુ ખાવ. જાંબુના બીજને ઝીણા વાટી લો. તેના પાવડરને પાણી કે દહી સાથે ખાવાથી પથરીની સમસ્યા દૂર થશે. 
 
ભૂખ વધારે - જો તમને ભૂખ ન લાગતી હોય તો જાંબુનો સિરકા બનાવીને પીવો. તેનાથી ભૂખ વધશે. 
 
ડાયાબિટીસથી છુટકારો - ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખૂબ લાભકારી છે. તેના બીજનો પાવડર બનાવીને તેનુ સેવન કરો.  તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. 
 
ઝાડા - ઝાડા થાય તો જાંબુને સંચળ સાથે ખાવ. તેનાથી ઝાડાથી જલ્દી રાહત મળશે. 
 
દાંત માટે લાભકારી - જાંબુ દાંતને સ્વસ્થ બનાવવામાં પણ લાભકારી છે. રોજ જાંબુના પાવડરનુ મંજન કરવાથી દાંત અને મસૂઢા સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Skipping exercise- રસ્સી કૂદના 5 ચમત્કારિક ફાયદા