Publish Date: Thu, 18 Jun 2026 (16:27 IST)
Updated Date: Thu, 18 Jun 2026 (16:45 IST)
મઘ્યપ્રદેશના ખરગોનમાં ભેળસેળવાળી હળદર સાથે ચોંકાવનારો મામલો આવ્યો સામે, જેમા દુલ્હનનુ થયુ મોત, જાણો નકલી હળદરની ઓળખવાના સહેલા ઘરેલુ ઉપાય
આજના સમયમાં ભેળસેળ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને ખાવ પીવાની વસ્તુમાં ભેળસેળના સમાચાર સામે આવતા રહે છે. આ જ રીતે મઘ્યપ્રદેશના ખરગોન જીલ્લામાંથી ભેળસેળવાળી હળદરનો એક ગંભીર મામલો સામે આવ્યો. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને પીઠી ચોળાઈ રહી હતી. પણ થોડી જવારમાં નવવધુ અને વરરાજાની તબિયત અચાનક બગડવા માંડી જેનાથી આખા પરિવારમાં હડકંપ મચી ગયો.
ભેળસેળવાળી હળદરનો ઉપયોગ કરવાથી નવવધુ અને વરરાજા બંનેની હાલત ખરાબ થવા માંડી. તેમના શરીર પર લાલ ચકતા પડવા માંડ્યા. સોજો આવી ગયો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા માંડી. પરિસ્થિતિ ગંભીર થતા જ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પણ સારવાર દરમિયાન નવવધુનુ મોત થઈ ગયુ.
આ ઘટનાને જોઈને મોટો સવાલ એ છે કે ક્યાક આપણ પણ અજાણતા ભેળસેળવાળી હળદરનો ઉપયોગ તો નથી કરી રહ્યા. જરૂરી છે કે આપણે આવી નકલી વસ્તુઓને ઓળખતા શીખીએ. જેથી આપણા અને આપણા પરિવારના આરોગ્યને સુરક્ષિત રાખી શકાય. આ સવાલને ધ્યાનમાં રાખતા નકલી હળદરના કેટલાક ઘરેલુ ટેસ્ટ બતાવ્યા છે. જેની મદદથી તમે અસલી અને નકલી હળદરમાં ફરક જોઈ શકો છો. આવો જાણીએ આ ટેસ્ટસ વિશે...
નકલી હળદર કેવી રીતે ઓળખવી?
ડો. સમીર ભાટીએ ઘરે ભેળસેળવાળી હળદર ઓળખવાની એક સરળ પદ્ધતિ શેર કરી છે.
બે પારદર્શક ગ્લાસ લો.
હવે દરેક ગ્લાસમાં થોડી હળદર પાવડર ઉમેરો.
આ પછી, બંને ગ્લાસમાં સમાન માત્રામાં પાણી રેડો અને થોડીવાર ધ્યાનથી જુઓ.
જો હળદર અસલી હશે, તો તેનો રંગ ધીમે ધીમે આછો થશે અને તળિયે સ્થિર થશે, પાણી ખૂબ ઘેરો પીળો નહીં થાય. જોકે, જો હળદર ભેળસેળવાળી હશે, તો પાણીનો રંગ તરત જ ખૂબ જ ઘેરો પીળો અથવા નારંગી થઈ જશે અને લાંબા સમય સુધી તે રીતે રહેશે.