Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચંદ્રગ્રહણ દરમિયાન શુ ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ ?

ચંદ્રગ્રહણ દરમિયાન શુ ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ ?
, શુક્રવાર, 27 જુલાઈ 2018 (17:54 IST)
ચંદ્રગ્રહણ સમયે સૂતક લાગી જાય છે. જે દરમિયાન અનેક કામ કરવાની મનાઈ કરવામાં આવે છે. આ દરમિયાન રસોઈ બનાવવી અને ખાવાની મનાઈ હોય છે.  પણ બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે ખાવુ ખૂબ જરૂરી હોય છે.  બીજી બાજુ કોઈ બીમાર વ્યક્તિ માટે પણ ભોજન કરવુ જરૂરી હોય છે.   પણ આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવીશુ જેને તમે જરૂરી પડતા ચંદ્રગ્રહણ સમયે લઈ શકો છો. આવો જાણીએ આ દરમિયાન તમે કંઈ કંઈ વસ્તુઓ ખાઈ શકો છો ?
 
ચંદ્રગ્રહણ દરમિયાન કેમ ન ખાવુ જોઈએ ?
 
ચંદ્રગ્રહણ દરમિયાન ખાવાનુ ખાવુ વર્જિત છે. ઉલ્લેખનીય છે કે ચંદ્ર ગ્રહણ દરમિયાન એ માટે ન ખાવુ જોઈએ કારણે કે આ દરમિયન વાયુમંડળમાંથી ઘરતી પર અનેક પ્રકારના બેક્ટેરિયા અને સંક્રમણ આવે છે. જે ખાવાની વસ્તુઓમાં મિક્સ થઈ જાય છે.  આવામાં આ દરમિયાન ખાવાની કોઈપણ વસ્તુ ખાવાથી તમે જલ્દી બીમાર થઈ શકો છો અને અનેક બીમારીઓની ચપેટમાં આવી શકો છો. 
 
ચંદ્રગ્રહણ દરમિયાન આ વસ્તુઓ ખાવ 
 
1. સાત્વિક ભોજન - બાળકો, વડીલ, પ્રેગનેંટ મહિલાઓ કે બીમાર વ્યક્તિ માટે સમય પર ભોજન કરવુ ખૂબ જરૂરી હોય છે.  આવામાં તમે તેને સાત્વિક ભોજન આપી શકો છો. જે હલકુ અને પચવામાં સહેલુ હોય. 
 
2. મેવાનુ સેવન - બીમારીને કારણે જે લોકો વધુ મોડા સુધી ભૂખે નથી રહી શકતા તેઓ મેવા કે નટ્સનુ સેવન કરી શકે છે.  તેનાથી શરીરને એનર્જી પણ મળશે અને ચંદ્રગ્રહણ દરમિયાન તમને કોઈ નુકશાન પણ નહી થાય. 
 
3. કાચી શાકભાજી - ચંદ્ર ગ્રહણ દરમિયાન તમે કાચા શાકભાજીનુ સેવન કરી શકો છો. કારણ કે આ દરમિયાન કાચી શાકભાજીમાં કોઈ ફેરફાર જોવા નથી મળતો. ગ્રહણ દરમિયાન રાંધેલુ ભોજન ન ખાવુ જોઈએ. કારણ કે આ સંપૂર્ણ રીતે સડવા માંડે છે. 
 
4. ફળોનું સેવન - સારુ થશે કે તમે ચંદ્રગ્રહણ દરમિયાન ફળોનું સેવન કરો. આ તમારા શરીરની એનર્જીને બૂસ્ટ કરવામાં મદદ કરશે.  આ સાથે જ ફળોના સેવનથી તમારુ શરીર ડિટોક્સ પણ થઈ જશે. 
 
આ વસ્તુઓથી કરો પરેજ -  ચંદ્રગ્રહણ દરમિયાન માંસાહારી ભોજન, સિગરેટ અને હાઈ પ્રોટીન ફ્રૂડ્સનુ સેવન બિલકુલ ન કરવુ જોઈએ. તેનાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે.  તેથી ગ્રહણના સમયે તમારે સામાન્ય ભોજન જ કરવુ જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી- સોજીના રસગુલ્લા