Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોલેસ્ટ્રોલ-ડાયાબિટીસ માટે સંજીવની બૂટી છે ડ્રેગન ફ્રૂટ, આ ગંભીર બીમારીઓને પણ કરે છે કંટ્રોલ

dragon fruit 1
, સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (12:50 IST)
શરીરનુ આરોગ્ય કાયમ રાખવામાં ફળ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ફળોના નામ લેતા જ આપણા મગજમાં સફરજન, પપૈયુ અને ચીકુ જેવા ફળ આવવા માંડ્યા છે. પણ શુ તમે જાણો છો કે ગુલાબી અને ચમકીલા રંગનુ ડ્રેગન ફ્રુટ પણ આપણી હેલ્થ માટે ખૂબ જ વધુ લાભકારી હોય છે. ડ્રેગન ફ્રુટને પિતાયા કે સ્ટ્રોબેરી પિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળને સુપરફુડના રૂપમાં પણ ઓળખાય છે. જે લોકો હેલ્ધી રહેવા માંગે છે તેઓ પોતાની ડાયેટમાં આ ફળને જરૂર સામેલ કરે. તેને તમે ફ્રેશ કે પછી ફ્રિઝમાં મુકીને પણ યુઝ કરી શકો છો. 
 
 ઈમ્યુનિટી સિસ્ટમને રાખે મજબૂત 
 
જો તમે વારેઘડીએ સંક્રમણની ચપેટમાં આવી જાવ છો કે પછી સહેલાઈથી બીમાર પડી જાવ છો તો તમને તમારી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવાની જરૂર છે. ડ્રેગન ફળમાં વિટામિન સી સાથે નિયાસિન, વિટામિન બી1, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયરન જોવા મળે છે.  જે શરીરને બેક્ટેરિયા અને રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. 
 
બ્લડ શુગરને કરે કંટ્રોલ 
 
આ ફળ બ્લડ શુગરના દર્દીઓ માટે સૌથી સારુ છે. તેનુ સેવન સતત કરવાથી આ શુગરને કંટ્રોલમાં રાખે છે. આ સાથે જ તેમા ફાઈબર જોવા મળે છે જે કે ખાધા પછી વધારાની શુગરને શરીરમાં દૂર કરવામાં મદદ કરે છે. 
 
પેટ સંબંધી બીમારી 
 
તેમા ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. જે પાચન ક્રિયાને ઠીક રાખવાની સાથે સાથે કબજિયાતના રોગીઓને પણ લાભ આપે છે. આ ઉપરાંત આ ફળ ઈરિટેબલ બ્રાઉલ સિંડ્રોમ એટલે કે આંતરડાના રોગ જેવા કે પેટનો દુખાવો, બેચેની કે મળ ત્યાગમાં આવતી પરેશાનીમાં લાભદાયી છે. તેને સ્પૈસ્ટિક કોલન, ઈર્રિટેબલ કોલન, મ્યુકસ કોઈલટિસ જેવા નામોથી પણ ઓળખાય છે. 
 
કોલેસ્ટ્રોલને ઓછુ કરે 
 
ડ્રેગન ફ્રુટમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કોલેસ્ટ્રોલ જોવા મળે છે. જે તમને તેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમા ઓમેગા 3 અને ઓમેગા 6 પણ જોવા મળે છે. જે તમારા કોલેસ્ટ્રોલને ઘટાડવામં મદદ કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Black Cardamom- આ છે મોટી ઈલાયચી ખાવાના 11 ફાયદાઓ