મચ્છરથી થનાર બિમારીને ડેન્ગ્યું કહેવામાં આવે છે. આ માદા મચ્છર કરડવાથે થાય છે અને મચ્છર ડેન્ગ્યું વાયરસ ફેલાવે છે. ડેન્ગ્યું તાવને હાડકા તોડ તાવ પણ કહેવમાં આવે છે કારણ કે તાવ આવતાં હાડકાંમાં અસહ્ય દુખાવો થાય છે. ડેન્ગ્યું તાવના ઘણા લક્ષણ જેમ કે તાવ, માથાનો દુખાવો, સ્કીન પર દાણા, મસલ્સ અને સાંધામાં દુખાવો થાય છે. ડેન્ગ્યુંની સમયસર સારવાર કરાવવી જરૂરી છે. તેના માટે તમે ડોક્ટર સાથે સંપર્ક કરી શકો છો, પરંતુ કેટલાક ઘરેલૂ નુસખા ડેન્ગ્યું તાવને દુર કરવામાં મદદ કરી શકે છે.
વિટામીન સી- વિટામીન સીવાળા ફૂડ્સનું સેવ જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી કરવું જોઇએ. વિટામીન સી તમને સ્વસ્થ્ય રાખવાની સાથે સાથે શરીરની ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત કોઇપણ પ્રકારના સંક્રમણને ફેલાતા રોકે પણ છે.
હળદરનો ઉપયોગ
કોઇપણ પ્રકારે ફૂડમાં થોડી હળદર લો અને પી જાવ. સામાન્ય રીતે હળદરનો ઉપયોગ શાકભાજી અથવા દાળમાં થાય છે, આ ઉપરાંત જો તમે ઇચ્છો છો તો હળદરવાળા દૂધનું સેવન કરવું જોઇએ. તેમાં હાજર એંટીબાયોટિક ગુણ તમારી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને બિમારીઓથી બચાવે છે.
તુલસી અને મધ
મધ અને તુલસીનો ઉપયોગ પણ ડેન્યૂને રોકી શકે છે. તેના માટે તમે તુલસીને પાણીમાં ઉકાળીને પી શકો છો. સાથે તેમાં મધ મિક્સ કરો. આ ઉપરાંત તમે ચા અને ઉકાળામાં તુલસીનો ઉપયોગ કરી શકો છો. તેમાં મળી આવતાં એંટીબેક્ટેરિયલ ગુણ બિમારીઓની સારવારમાં મદદગાર છે.
પપૈયાના પત્તા
પપૈયાના પત્તા ડેન્ગ્યુંની સારવારમાં ઉત્તમ ગણવામાં આવે છે. ડેન્ગ્યુંને એક દિવસમાં બે વાર લગભગ બેથી ત્રણ ચમચી માત્રમાં પપૈયાના પત્તાનો જ્યૂસ પી ને અટકાવી શકાય છે. તેમાં પ્રોટીનથી ભરપૂર એંજાઇમ પપાઇન પાચન શક્તિને સુધારે છે.
દાડમ
ડેન્ગ્યું તાવ કારણે બ્લડ અને નબળાઇના કારણે દાડમના દાણાનું સેવન કરવું ઉત્તમ છે. વિટામિન ઇ, સી, એ, ફોલિક એસિડ અને તેમાં એંટીઓક્સીડેંટ એકદમ કારગર સબિત થયા છે આ રેડ બ્લડ સેલ્સની રચનામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.