Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઈસબગોલ તમારી શુગરને પાણીની જેમ શોષી લે છે, ડાયાબિટીસના દર્દી સવારે ખાલી પેટ જરૂર કરે સેવન

ઈસબગોલ તમારી શુગરને પાણીની જેમ શોષી લે છે, ડાયાબિટીસના દર્દી સવારે ખાલી પેટ જરૂર કરે સેવન
, બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (15:36 IST)
ડાયાબિટીજમાં ઈસબગોલ - ડાયાબિટીજ એક એવી બીમારી છે જેને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે. નહી તો શુગર તમારા શરીરના બાકી અંગોને પણ ખાઈ શકે છે. જેવુ કે તમે પેટ, લિવર અને કિડનીના કામકાજને પ્રભાવિત કરી શકે છે તો તે તમારી આંખોની રોશની પણ છીનવી શકે છે. આ ઉપરાંત આ ન્યુરો સાથે જોડાયેલ સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે. આવામાં તમારે તમારી ડાયેટમાં એ વસ્તુઓ સામેલ કરવી જોઈએ જે શુગર કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે. આ કામમાં ઈસબગોલ ભુસી તમને કામ આવી શકે છે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે લેવાની છે, ક્યારે લેવાની છે અને તેને લેવાના ફાયદા શુ છે. 
 
ડાયાબિટીસના દર્દી સવારે ખાલી પેટ લો ઈસબગોલ અને મઘ - Isabgol with honey for diabetes 
ઉલ્લેખનીય છે કે શુગર સ્પાઈક થવુ સવારથી જ શરૂ થઈ છે.  આવી સ્થિતિમાં, તમારે સમજવું પડશે કે આખા દિવસ દરમિયાન શુગર કંટ્રોલ કરવા માટે, તમારે સવારથી તેને નિયંત્રિત કરવી પડશે. તેથી, જ્યારે તમે સવારે ખાલી પેટ ઇસબગોલ અને મધનું સેવન કરો છો, તો તે શરીરમાં આ કામ કરવાનું શરૂ કરે છે. પ્રથમ, તે મેટાબોલિક રેટ વધારીને પેટને સાફ કરે છે અને ઇન્સ્યુલિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. જેથી દિવસભર જ્યારે શરીરમાં શુગર જમા થાય છે, ત્યારે તે નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત, તે આંતરડાના કાર્યને પણ ઝડપી બનાવે છે જે ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં અને તેનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે.
 
 કેવી રીતે લેશો ઈસબગોલ અને મધ -How to have Isabgol with honey
 
ઈસબગોલ અને મઘ લેવા માટે તમારે થોડુ કુણુપાણી પીવુ જોઈએ. અને તેમા એકથી બે ચમચી ઈસબગોલનો ભુકો મિક્સ કરી દેવાનો છે. તેને અડધોથી એક કલાક આમ જ છોડી દો. ત્યારબાદ તેમા થોડો લીંબુનો રસ મિક્સ કરો અને 1 ચમચી મઘ ભેળવો. હવે તીન પી જાવ. અઠવાડિયામાં 2 થી 3 વાર આવુ કરતા જ તમને તેના ફાયદા અનુભવશો. 
 
ઈસબગોલ અને મઘના ફાયદા -  Isabgol with honey benefits
ઈસબગોલ હાઈ ફાઈબર અને રફેજથી ભરપૂર છે.  ઇસબગોલ ઉચ્ચ ફાઇબર અને રફેજથી ભરપૂર હોય છે જેમાં લૈક્સેટિવ ગુણોવાળુ હોય છે અને તે શરીરમાં જમા થતી ગંદકીમાં ચોંટી જાય છે. તે શરીરમાં રહેલી વધારાની ખાંડને પોતાની સાથે શોષીને મળ ત્યાગના માધ્યમથી  ઘટાડે છે.  તમે સાંભળ્યું હશે કે ડાયાબિટીસના દર્દીઓમાં કબજિયાતને કારણે ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આ પછી, જો આપણે મધ વિશે વાત કરીએ, તો તે એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે જે શરીરને અન્ય રોગોથી બચાવે છે. વધુમાં, તેના એન્ટીઑકિસડન્ટો શરીરને ડાયાબિટીક ન્યુરોપથી જેવી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. તેથી, આ બધા કારણોસર તમારે ડાયાબિટીસમાં ઇસબગોળ અને મધનું સેવન કરવું જોઈએ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ganesh Chaturthi Prasad -ગણેશજીનો પ્રિય પ્રસાદ Modak Recipe