baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લસણનુ જ્યૂસ પીવાના આ ફાયદા શુ તમે જાણો છો ?

garlic juice
, રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (10:06 IST)
લસણમાં ઘણા ખાસ ગુણ હોય છે અને એ ફક્ત ભારત જ નહી પણ વિશ્વના ઘણા દેશોમાં એક મહ્ત્વપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાય છે. લસણમાં ખોરાકને એક જુદા જ સ્વાદ આપવાની ક્ષમતા હોય છે જે ખૂબ ઓછા લોકોને પસંદ હોય છે. 

 
1. લસણના જ્યૂસના 10 ટીપાં અને બે ચમચી મધને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી દરરોજ પીવાથી દમારોગમાં બહુ ફાયદો થાય છે.  
garlic juice
2. જો તમારા ગળું ખરાબ છે તો લસણના જ્યૂસને ગરમ  પાણીમાં મિક્સ કરી કોગળા કરવાથી ગળાની ખિચખિચમાં તરત જ આરામ મળે છે. 
 

3. લસણના રસના 20 ટીંપા અને એક ગ્લાસ દાડમનું જ્યૂસ મિક્સ કરી પીવાથી કોઈ પણ રીતની ખાંસી પૂરી રીતે ઠીક થઈ જાય છે. 
garlic juice
 
4. લસણના  જયૂસને ખીલથી છુટકારો મેળવવા માટે ડાયરેક્ટ ચેહરા પર લગાવી શકાય છે. લસણના જ્યૂસને દિવસના સમયે ચેહરા પર લગાવીને 5 મિનિટ માટે રાખવું જોઈએ પછી એને પાણીથી ધોઈ લેવુ  જોઈએ. આ ઉપાયને ખીલ મટી જાય ત્યાં સુધી અજમાવી શકાય છે. 

5. લસણનું જ્યૂસ ઓછા વાળ વાળા લોકો માટે વરદાન જેવુ  છે. એને દિવસમાં બે વાર ઓછા વાળ વાળી જગ્યા પર લગાવી સૂકાયા સુધી રાખવું જોઈએ. આનાથી નવા વાળ ઉગવા ઉપરાંત ખોડો અને જૂ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. 
garlic juice
6. લસણના જ્યૂસને દૂધમાં મિક્સ કરી દરરોજ સવારના સમયે પીવાથી મહિલાઓમાં થતા વાંઝણાપણા પર નિયંત્રણ મેળવી શકાય છે. 

7. લસણના જ્યૂસનો  પ્રયોગ કોઈ ઝેરીલા જીવના કરડી જતા થતા  દુ:ખાવાથી પણ  છુટકારો મેળવવા માટે  ઉપયોગ કરી શકાય છે . 
garlic juice
8. લસણના જ્યૂસનો  સૌથી કારગર ગુણ હોય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવુ  અને ઓછું બનાવી રાખવુ. એના નિયમિત ઉપયોગથી હૃદયાઘાત અને બીજા હૃદય સંબંધી રોગોનો  ખતરો ઓછો થઈ જાય છે. 

9.  લસણનું જયૂસ લોહીને સાફ કરે છે અને એને પાતળું  રાખી શરીરમાં લોહીનું પ્રવાહને સુચારુ બનાવી રાખે છે.
garlic juice
10. લસણનું જ્યૂસ મહિલાઓને સ્વસ્થ રાખવમાં બહુ કારગર છે. એનો દરરોજ ઉપયોગ સ્તનોને યોગ્ય આકાર આપે છે. 
 

 
*લસણનું  જ્યૂસ હમેશા ભોજન પછી જ પીવું જોઈએ. 
 
*લસણના જ્યૂસ દિવસના સમયે અને સૂકાતા સુધી જ લગાવેલુ રહેવા દેવું જોઈએ નહી તો આ તમારી ત્વચાને નુક્શાન પહોંચાડી શકે છે. 
garlic juice
*તાજા લસણનો  સૌથી વધારે સ્વાદ અને ફાયદા મેળવી શકાય છે. 
*કરચલીવાળું લસણ  ન ખરીદવું જોઈએ. 
*છોલાયેલું લસણ કે લસણના જ્યૂસને ફ્રીજમાં ન મુકવુ  જોઈએ 
*લસણને તાપથી બચાવીને સૂકી અને ઠંડી જગ્યામાં રાખવું જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Recipe - ખીચું