Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

તંદુરસ્તી જાળવવી છે?, તો ભારતીય ભોજન ભારતીય પદ્ધતિથી અપનાવો

તંદુરસ્તી જાળવવી છે?, તો ભારતીય ભોજન ભારતીય પદ્ધતિથી અપનાવો
, बुधवार, 23 दिसंबर 2020 (15:45 IST)
તંદુરસ્તી જાળવવામાં સૌથી મહત્વની બાબત ભોજન પધ્ધતિ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં જે આદર્શ ભોજન પ્રણાલી દર્શાવી છે તે દીર્ઘજીવન કાળ સુધી તંદુરસ્તી જાળવવામાં સૌથી વધુ ઉપયોગી છે' તેમ આજરોજ અહીં વર્ષો સુધી ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર ફિઝીયોથેરાપીસ્ટ તરીકે રહેલા ડો. અલી ઇરાનીએ વિદ્યાર્થિનીઓ સમક્ષ જણાવ્યું હતું.

રાજકોટ ખાતે આદર્શ ભોજન પધ્ધતિ અને આરોગ્ય જાળવવામાં કસરતના મહત્વ વિશે ડો. ઇરાનીએ રસપ્રદ વિગતો વિદ્યાર્થિનીને સમજાવી હતી. તેઓએ કહ્યું હતું કે ભારતીય પધ્ધતિ પ્રમાણે નીચે જમીન ઉપર બેસીને પલોઠી વાળીને ભોજન કરવાથી કમરની કસરત થાય છે. પગ વાળીને બેસવાનું હોવાથી ગોઠણની બિમારી ક્યારેય થતી નથી. તેમજ પેટ પણ જરૃર પરતું જ ભોજન આરોગે છે. જ્યારે ટેબલ-ખુરશી ઉપર બેસીને વિદેશી પધ્ધતિ પ્રમાણે ભોજન આરોગવું એ આરોગ્ય માટે રૃચિકર નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી અવસ્થામાં અત્યારે ફાસ્ટફુડ ખાવાનું જે ચલણ વધ્યું છે તે જોખમી છે. ઘરની રસોઇ જમવા માટે પણ વિદ્યાર્થીઓએ ટેવ પાડવી પડે તેવી સ્થિતિ છે. ઘરની રસોઇ આરોગ્યપ્રદ કઇ રીતે બની શકે તે માટે વાલીઓ પણ જાગૃત થવું જરૃરી છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અત્યારે શાળાકીય સમય એવો હોય છે કે જેમાં કુદરતી ક્રિયાઓમાં ઉતાવળ દરરોજ થતી હોય છે. સવારની ભાગદોડને કારણે વિદ્યાર્થીને સુર્યનમસ્કાર કરવાનું કોઇ કહેતું નથી. કારણકે તેણે વહેલા ઉઠીને સ્કુલ બસ પકડવાની ઉતાવળ હોય છે. આ સ્થિતિ લાંબા ગાળે માનસિક અસમતુલા સર્જે છે. વિદ્યાર્થી કાળથી જ સારી ટેવો પાડવી જરૃરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વધતો જાડાપણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે, તો જાણો કે મૂંગ દાળ વડે વજન કેવી રીતે ઓછું કરવું