કાચી કેરી કે કેરીનુ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવવા માંડે છે. ગરમી આવતા જ બજારમાં અને શાકભાજી માર્કેટમાં સુંગધિત અને લીલી કાચી કેરી જોઈને મન લલચાય જાય છે. આમ તો ગરમી શરૂ થતા જ ઘરમાં કાચી કેરીની ચટણી કે કેરીનું શાક કેરીનુ અથાણું અને કેરીનુ પનું બનવુ શરૂ થઈ જય છે. ગરમીની ઋતુમાં ખાટી મીઠી કેરી ટેસ્ટી લાગવાની સાથે સાથે આ આપણા શરીર માટે પણ ખૂબ લાભકારી હોય છે. જો તમને કાચી કેરીના ફાયદા વિશે ખબર પડી જાય તો તમે પણ તેને ખાવી શરૂ કરી દેશો. કાચી કેરી ત્વચાની બધી સમસ્યાઓથી શરીરને દૂર રાખે છે. કાચી કેરીમાં વિટામીન સી ની માત્રા સૌથી વધુ જોવા મળે છે.
તો ચાલો જાણીએ કાચી કેરીના આવા જ અનેક બીજા ફાયદા વિશે..
એસીડીટી માટે - જો તમને એસિડીટે કે છાતીમાં બળતરાની સમસ્યા છે તો કાચી કેરી તમારે માટે સારુ ફળ છે. એસિડીટીને ઓછુ કરવા માટે કે કાચી કેરીનુ રોજ સેવન કરો.
- ગરમીથી બચાવે - કાચી કેરીને મીઠું લગાવીને ખાવાથી શરીરમાં પાણીની કમી થતી નથી. સાથે જ આ હાઈ બીપીથી પણ બચાવે છે.
- બ્લડ પ્યુરીફાયર - કાચી કેરીમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે કારણે આ લોહી વિકાર મતલબ લોહીમાં થનારી કોઈપણ બીમારી કે અશુદ્ધિને ઠીક કરી શકે છે.
- મોર્નિંગ સિકનેસ - ગર્ભવતી મહિલઓને ખાટુ અથાણું કે અન્ય ખાટી વસ્તુ ખાવાનુ મન કરે ક હ્હે. તેથી કાચી કેરીથી મોર્નિગ્ન સિકનેસને દૂર કરી શકાય છે.
- અળઈઓથી મુક્તિ - આ ફક્ત અળઈઓથી મુક્તિ માટે જ સારુ નથી પણ તેમા કેટલા એવા તત્વ છે જે તમને સૂર્યના પ્રભાવથી બચાવે છે. ઈમ્યુનિટી વધારે છે. કાચી કેરી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા મતલબ ઈમ્યૂનિટીને વધારે છે. સાથે જ તમને રોગ સામે લડવાની ક્ષમતા પણ આપે ક હ્હે.
વજન વધતુ નથી - કાચી કેરીમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર જોવા મળે છે. જે આપણા શરીરનુ વધારાનુ વસાને દૂર કરે છે. સાથે જ તેમા ખાંડની માત્રા ઓછી હોય છે જેનાથી વજન વધતુ નથી.
- શુગરના દર્દીઓ માટે લાભકારી - કાચી કેરી શુગરમાં પણ લાભકારી છે. શુગર લેવલને ઓછુ કરવા માટે કાચી કેરીને દહી અને ભાત સાથે ખાઈ શકાય છે.
- કેરીનુ પનું પીવાથી પરસેવામાંથી સોડિયમ ક્લોરાઈડ અને આઈરન જેવા તત્વ શરીરમાંથી વધુ નીકળતા નથી. કાચી કેરીનો આ પણ એક સ્વાસ્થ્ય લાભ છે.