Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શુગર ઘટાડવાની અનોખી રીત, બસ આમળાનો આ રીતે કરો ઉપયોગ, પછી જુઓ કમાલ

શુગર ઘટાડવાની અનોખી રીત, બસ આમળાનો આ રીતે કરો ઉપયોગ, પછી જુઓ કમાલ
, સોમવાર, 16 જાન્યુઆરી 2023 (23:58 IST)
ડાયાબિટીસ એક ગંભીર રોગ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જો હાઈ સુગર લેવલને અહીં રોકવામાં ન આવે તો તમે પ્રી-ડાયાબિટીકમાંથી ડાયાબિટીકની શ્રેણીમાં આવી શકો છો. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો તે તમારા શરીરના વિવિધ ભાગો પર ખરાબ અસર કરી શકે છે. દર વર્ષે લગભગ 10 લાખ લોકો ડાયાબિટીસના કારણે મૃત્યુ પામે છે. સામાન્ય રીતે લોકો તેને કંટ્રોલ કરવા માટે દવાઓનો સહારો લે છે. ખરાબ લાઈફસ્ટાઈલ, તણાવ, અનિયમિત ખાનપાનને કારણે મોટાભાગના લોકો બ્લડ સુગરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ આદતોના કારણે મોટાભાગના લોકો બ્લડ સુગર, બ્લડ પ્રેશર, વધતા વજનથી પરેશાન રહે છે. બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. દરરોજ સમય કાઢો અને દરરોજ યોગ કરો. આ સિવાય તમારા આહારમાં આમળાનો સમાવેશ કરો. આમળામાં આવા ગુણ જોવા મળે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
 
આમળા શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે
આમળામાં વિટામીન સી, વિટામીન એબી, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર એન્ટી ઓક્સીડેન્ટની સાથે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
 
આ રીતે કરો આમળાનો ઉપયોગ 
 
- તમે રોજ સવારે આમળા, એલોવેરા અને ગિલોયનો રસ પી શકો છો. આ સિવાય તમે ઈચ્છો તો આમળાનો જ્યૂસ જ પી શકો છો.
 
- ડાયાબિટીસના દર્દીઓ માટે આમળા અને હળદર ખૂબ જ ફાયદાકારક છે. આમળા ચૂર્ણ અને હળદરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે લોહીમાં સુગરની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિનની માત્રાને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shampoo Hack- વાળને શેંપૂ કરવાની સાચી રીતે જાણો છો તમે