Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Food Safety Rules- ખાલી પેટ ન ખાશો આ વસ્તુઓ, શરીર માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે

World Food Safety Day
, રવિવાર, 7 જૂન 2020 (12:31 IST)
કેટલીક વસ્તુઓ ખાલી પેટ ખાવાથી નુકસાન થઇ શકે છે. તેને ખાવાથી શરીરમાં એસિડનું લેવલ વધી શકે છે અને એસિડિટી જેવી સમસ્યા થઇ શકે છે. એટલા માટે ખાલી પેટે આ વસ્તુઓ ખાવાથી બચો. કેટલાક ફળો એવા છે કે જે ખાલી પેટ ન ખાવા જોઇએ. ખાલી પેટ કેળા ખાવાથી કેલ્શિયમ અને મેગ્નીશિયમનું સંતુલન બગડી જાય છે. તો આવો જાણીએ કેટલાક એવા ફૂડ જે ખાલી પેટ ન ખાવા જોઈએ 
- ખાલી પેટ દૂધ પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર અસર થશે, કફ થવાની આશંકા વધી જાય છે તેમાં રહેલા સેચુરેટેડ ફેટ અને પ્રોટીન પેટના મસલ્સને નબળા કરે ..
 
-ખાલી પેટ શક્કરિયા ખાવાથી ડાયજેશન ખરાબ થઇ શકે છે, છાતીમાં દુઃખાવો થવાની શક્યતા. તેમાં ટેનિન અને પેક્ટીન હોય છે, જે ખાલી પેટ ડાયજેસ્ટ નથી થતા
 
- ખાલી પેટ ટામેટા ખાવાથી તમને શરીરમાં સ્ટોનની સમસ્યા થઈ શકે છે.  તેમાં રહેલો એસિડ પેટમાં અઘુલનશીલ ઝેર ઉત્પન કરી શકે છે.
 
- ખાલી પેટ ખાંડ ખાવાથી આંખોની બીમારી થઈ શકે છે. ખાલી પેટ ખાંડ અથવા તો ગળી વસ્તુ ખાવથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધે છે. 
 
- ખાલી પેટ ચા પીવાથી પેટમાં અલ્સર થવાની શક્યતા વધી જાય છે. ચા ની અંદર એસિડની માત્રા વધારે હોય છે. તેનાથી શરીરમાં એસિડનુ લેવલ વધી શકે છે. 
 
- ખાલી પેટ  અસરઃ છાતીમાં બળતરા થઇ શકે છે, ડાયજેશન ખરાબ થવાની શક્યતા રહે છે  તેમાં મેગ્નેશિયમ વધારે હોય છે, ખાલી પેટ ખાવાથી શરીરમાંકેલ્શિયમ અને મેગ્નેશિયમનું બેલેન્સ બગડી જાય છે.
 
- ખાલી પેટ સોફ્ટ  ડ્રિંક પીવાથી ઉલ્ટી થઇ શકે છે, બેચેની વધારે લાગી શકે છે. તેમાં કાર્બોનેટ એસિડની માત્રા વધારે હોય છે. ખાલી પેટ પીવાથી ઉલ્ટી થઇ શકે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાયટિંગ સિવાય વજન ઉતારવુ છે તો અપનાવો આ ટિપ્સ