Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

3 મિનિટનું મેડિટેશન અને આખા દિવસની તાજગી !!

3 મિનિટનું મેડિટેશન અને આખા દિવસની તાજગી !!
, શુક્રવાર, 21 જૂન 2019 (07:11 IST)
Yoga and Meditation
ભાગદોડની આ જમાનામાં આરોગ્ય ક્યાક પાછળ છૂટતુ જઈ રહ્યુ છે. સ્ટુડેંટ્સથી લઈને યુવા સુધી બધા તણાવના ચપેટમાં છે. બધા આનાથી છુટકારો મેળવવા માંગે છે.  આવામાં જો કોઈ કહે કે માત્ર 3 મિનિટમાં આખા દિવસની તાજગી મળી શકે છે તો કદાચ તમને વિશ્વાસ નહી થાય.  પણ આવુ શક્ય છે.  36 વર્ષોથી દુનિયાભરના લોકોને યોગના ફાયદાથી અવગત કરાવનારા યોગ ગુરૂ ડોક્ટર સુરક્ષિત ગોસ્વામીએ અનેક પ્રકારની ક્રિયાઓ અને યોગાસનોનુ કસ્ટમાઈઝ પેકેજ તૈયાર કરી દીધુ છે. જેને નામ આપવામાં આવ્યુ હતુ 'થ્રી મિનિટ મેડિટેશન'. 
 
દિવસો દિવસ વધતી જઈ રહી દિલની બીમારીઓને દૂર ભગાડવી હોય કે સાઈલેંટ કિલર ડાયાબિટીઝમાંથી છુટકારો મેળવવો હોય. તણાવથી છુટકારો મેળવવા માંગો છો કે શરીરના દુખાવાથી પરેશાન છો. આ બધા માટે યોગમાં કોઈને કોઈ આસન અને ક્રિયાઓ છે. યોગ ગુરૂ અને હરિદ્વારના ગુરૂકુળ કાંગડી યૂનિવર્સિટીના યોગિક સાયંસ વિભાગના પૂર્વ અધ્યાપક સુરક્ષિત ગોસ્વામીના મુજબ  આ લાંબા શોધથી તેઓ આ પરિણામ પર પહોંચ્યા છે કે ત્રણ મિનિટનુ મેડિટેશન તમને કલાકો સુધી રિફ્રેશ રાખે છે. પણ આવા અનેક રસાયણોને શરીરમાંથી બહાર કરી નાખે છે. જે તમને માનસિક અને શારીરિક રૂપે બીમાર કરી શકે છે. 
 
'થ્રી મિનિટ મેડિટેશન' માં લાંબો શ્વાસ લીધા પછી પ્રભારી પ્રાણાયામની જેમ ગૂંજ કરવાની હોય છે. પછી થોડીવાર માટે શ્વાસમાંથી આવનારી સોહમ જેવી અવાજને ફીલ કરવાની હોય છે. ત્રણ મિનિટની આ ક્રિયા દિલના રોગ સહિત કોઈપણ પ્રકારના તણાવથી થનારી બીમારીમાંથી મુક્તિ અપાવવામાં કારગર છે.  તેમણે જણાવ્યુ કે કોઈ એક્સપર્ટ પાસેથી યોગ વિશે જાણીને જ ક્રિયાઓ અને આસન કરવી જોઈએ ત્યારે લાભ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વ્યાયામ પછી એક કપ કોફી તમને કેંસરથી દૂર રાખશે