૨૦૧૮ માં શરૂ થયેલી ચાની આ સફર આમ કહીએ તો હવે તેના પાંચ માં ભાગમાં પહોંચી ગઈ છે. "આસ્થા પ્રોડક્શન" અને "બસ ચા સુઘી" માં જોડાયેલા દરેકે દરેક વ્યક્તિએ છેલ્લા 5 વર્ષથી એને બરકરાર રાખી છે. પ્રોડ્યુસર 'ધૃષ્મા દોશી' અને ડિરેક્ટર 'હિરેન દોશી'નું કહેવુ છે કે જ્યારે અમે આ વેબ સિરીઝ બનવાનું વિચાર્યું ત્યારે અમને બધાં જ લોકોએ ના પાડી હતી કે ગુજરાતીમાં વેબ સિરીઝ ના બનાવાય. પરંતુ હિરેન દોશી અને આ વેબ સિરીઝ સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ આ સાહસ કરવાનું નક્કી કર્યું અને આજે "બસ ચા સુઘી" એ ગુજરાતી વેબ સિરીઝમાં આગળ પડતી ઓળખ ધરાવે છે.
"બસ ચા સુધી" - ૧,૨,૩, સિઝન પછી "બસ ચા સુધી- નવી સફર" અને હવે "નવી સફર ભાગ ૨" દર્શકો સુધી પહોંચશે. આ નવી સફર માં "અલીશા પ્રજાપતિ" તથા "આરજે હર્ષિલ" જોવા મળશે, તથા નવા બીજા એક્ટર દેખાય એવી આશા પણ છે.
આ આખી સફરમાં પાત્રો ભલે બદલાયા પણ સ્પર્શ કદાચ દરેકમાં સરખો જ રહ્યો, એટલે એ દર્શકો ને ગમી અને પસંદ આવી અને કદાચ એટલે જ આ આવનારા ભાગની રાહ પણ સૌને આતુરતાથી છે.
શું હોઈ શકે છે આવનારી ચાની આ નવી સફરમાં?
પાયલ અને કિશનના અજાણ્યામાંથી જાણીતા થવાની ચા સાક્ષી એ સફર નો આમ તો અંત હતો અથવા અંતરાલ હતો. બંને શક્યતાઓ રહેલી હતી, આ વાતમાં પાયલ નું પાત્ર કિશનના જીવનમાં પાછું આવશે કે કિશન કોઈ નવી જ વાત શરૂ કરશે? કે પછી બંનેની વાતો સમાંતર ચાલી ને ૩જું ને ૪થું પાત્ર પણ જોવા મળે. આ બધી શક્યતાઓ અને અનુમાનોના જવાબ હોય શકે છે "બસ ચા સુધી" નવી સફર ભાગ -૨" માં.
અત્યાર સુધીના ઇતિહાસ પ્રમાણે તો ચાને સાક્ષીમાં રાખી ને થતી યુવાન છોકરા છોકરીની વાતોને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, આ વખતે પણ મેકર્સ શું નવી કમાલ કરે છે એ જોવાનું રહ્યું.