Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી ફિલ્મ સૂર્યાંશમાં લીડ રોલ કરી રહ્યો છે બોલિવૂડનો અભિનેતા ફ્રેડી દારુવાલા

ગુજરાતી ફિલ્મ
, બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (12:47 IST)
અક્ષય કુમારની હોલિડે ફિલ્મમાં મુખ્ય વિલન અને વિદ્યુત જામવાલની સાથે કમાન્ડો 2માં જોવા મળેલ મુળ ગુજરાતી અભિનેતા ફ્રેડી દારુવાલા હવે ગુજરાતી ફિલ્મમાં ચમકી રહ્યો છે. સૂર્યાંશ ફિલ્મમાં તેણે મુખ્ય રોલ કર્યો છે. કરણ નામના પોલીસ ઓફિસરના રોલથી તેણે ગુજરાતી ફિલ્મની સફર શરુ કરી છે. 
ગુજરાતી ફિલ્મ
કરણ એક બહાદુર અને પ્રામાણિક પોલીસ ઓફિસર છે જે શહેરમાં થતાં ગુનાઓને રોકવા તથા ગુનેગારોને પકડવાના મિશન પર હોય છે. શહેરમાં થતાં ગુનાઓના કિંગ ગણાતો વિક્રમ રાણા પોલીસના હિટલીસ્ટમાં હોય છે. અહીં ટ્વિટ્સ એ છે કે વિક્રમ એ વ્યક્તિ છે જેને પોલીસ ઓફિસર કરણ પોતાના ગુરુ માને છે. 
કરણ એક પોલીસ અધિકારી તરીકે શહેરમાં થયેલા એક ખૂનની સાથે અન્ય ઘટનાઓની પણ તપાસ કરે છે. તે જેટલી તપાસને વેગવંતી બનાવે છે તે એટલી જ જટીલ થતી જાય છે. તેણે જે લોકો પર વિશ્વાસ કર્યો તે તમામ લોકો ગુનામાં સામેલ હોય છે. 
પરંતુ તપાસ કોઈ પરિણામ સુધી ના પહોંચી. કરણની આ સફરમાં તેની સાથે એક પત્રકાર અદિતી તથા સબ ઈન્સપેક્ટર જહાંગીરખાન જોડાય છે. આગળ શું થાય છે એ તો ફિલ્મ જોયા પછી જ સમજાય અત્યારે હાલમાં તો આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. 
ફિલ્મના દિગ્દર્શક કમલ પટેલ અને સચિન દેસાઈ છે. ફિલ્મમાં મુળ ગુજરાતી પણ બોલિવૂડમાં હોલિડે તથા કમાન્ડો-2માં જોવા મળેલ અભિનેતા ફ્રેડી દારુવાલા છે. આ ફિલ્મ 5 ઓક્ટોબર 2018ના રોજ રિલીઝ થઈ રહી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Yeh Rishta kya kehlata hai ની એક્ટ્રેસ કરવા જઈ રહી છે લગ્ન