Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ઓખા વચ્ચે ચાલતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવાઇ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ઓખા વચ્ચે ચાલતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવાઇ
, શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (10:22 IST)
મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ઓખા વચ્ચે ચાલતી જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સને બદલાયેલા સમય સાથે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
 
ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન [16 ટ્રીપ્સ]
 
ટ્રેન નંબર 09435 અમદાવાદ - ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી રાત્રે 23.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 3 સપ્ટેમ્બર, 2022 થી 22 ઓક્ટોબર, 2022 સુધી દર શનિવારે ચાલશે.
 
એ જ રીતે, ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ઓખાથી રાત્રે 23:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 4 સપ્ટેમ્બર, 2022 થી 23 ઓક્ટોબર, 2022 સુધી દર રવિવારે ચાલશે.
 
આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગણેશ ચતુર્થી અને સંવંત્સરીના પાવન પર્વે નડિયાદની જનતાને રૂ. 42.30 કરોડના વિકાસ કામોની સોગાદ