શનિવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે WTI ક્રૂડ $1.52 (1.94 ટકા) વધીને $79.68 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડ $1.08 અથવા 1.27 ટકાના ઉછાળા સાથે $85.83 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ક્રૂડ ઓઈલ લાંબા સમયથી આ કિંમતોની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. દેશની ઓઈલ કંપનીઓએ દરરોજ સવારની જેમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સવારે 6 વાગ્યે ઈંધણના ભાવમાં ફેરફાર કરે છે.
ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
ચેન્નઈ: પેટ્રોલનો દરઃ 102.63 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલનો દર: 94.24 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા: આજે પેટ્રોલનો દર: 106.03 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો દર: 92.76 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: પેટ્રોલનો દર: 106.15 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો દર: 92.67 રૂપિયા પ્રતિ લિટર
દિલ્હીઃ પેટ્રોલનો દરઃ 96.72 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો દરઃ 89.62 રૂપિયા પ્રતિ લિટર
આ રાજ્યોમાં બદલાયા ભાવ
બિહારમાં પેટ્રોલ 28 પૈસા મોંઘુ થયું છે અને આજે 109.15 રૂપિયામાં ઉપલબ્ધ છે. ડીઝલ અહીં 26 પૈસા મોંઘુ થયું છે અને તેની કિંમત 95.80 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. હરિયાણામાં પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 25 પૈસાનો વધારો થયો છે. હિમાચલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 49 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
દરરોજ સવારે 6 વાગ્યે નવો ભાવ રજુ કરઆમાં આવે છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા ભાવ જારી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની મૂળ કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.