baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'બુરી નજર વાલે તેરા મુંહ કાલા' ગીત યુટ્યુબ પર છવાયું, ઇન્સ્ટાગ્રામ પર 1 મહિના માં 4 મિલિયન રીલ બની

'Buri najar waale tera muh kala' hit YouTube and became 4 million reels in 1 month on Instagram
, બુધવાર, 1 જૂન 2022 (13:19 IST)
આજકાલ સોશિયલ મીડિયા કોઈપણ ગીત કે ફિલ્મ ને હિટ બનાવવામાં ખુબજ મહત્ત્વ નું યોગદાન આપે છે કારણકે દેશ નું મોટાભાગનું વર્ગ સોશિયલ મીડિયા પર છે. તાજેતર માં (રાઘવન ડિજીટલ) નામ ની યુટ્યુબ ચેનલ ઉપર બુરી નજર વાલે તેરા મુંહ કાલા મુહ પે લગા લે તાલા, મેં જુકેગા નઈ સાલા રજું કરવામાં આવ્યું હતું જેણે સમગ્ર ભારત માં એક અલગ જ ઓળખાણ બનાવી દીધી છે,આ ગીત ને જીગર ઠાકોરે ગાયું છે, જીગર ઠાકોર એ આ ગીત પેહલા પણ હિટ ગીતો આપી એમના ચાહકો નું દિલ જીત્યું છે. આ રજુ થયેલ ગીત ના યુટ્યુબવ્યુવર્સ ની સંખ્યા ૨૦- મિલિયન થી વધુ એટલે (૨-કરોડ) થી વધુ  થઈ ચુકી છે.
 
આ ગીત ની વધુ રસપ્રદ વાત એ છે કે ઈન્સ્ટાગ્રામ રિલ્સ વિડિયો માં પણ ફક્ત એક જ મહિના માં ૪- મિલિયન રીલ બની ચુકી છે, જેમાં ભારત ની ઘણી બધી નામાંકીત સેલિબ્રિટીઝ પણ સામેલ છે,જેમકે (ધ ગ્રેટ ખલી, એંજલ રાય,પ્રિયંકા મોંગીયા, ક્યૂટ બ્યુટીખાન, કૃતિકા મલિક,અરમાન મલિક, પાયલ મલિક,સમીક્ષાસુદ,રીવાઅરોરા, નિશા ભટ્ટ,અદનાન ડિઝેડ, સરોજ સિરવી,ઉલ્લાસ કાંમઠે,આરીફ પ્રિન્સ,આઈશા સિદ્દીકી,હરિયાણવી સિંગર/એક્ટર અજય હુડા,સંજુ અલી,નેહા સિંઘ,સોફિયા અન્સારી,અંજલિ રાઘવ,પ્રિયંકા ચૌહાણ,ઝોયા ખાન). 
 
સોન્ગના પ્રોડ્યુસર દીપક કુમાર પુરોહિત અને રતિશ ઇઝાવા એ જણાવ્યું કે "ગીત નું શૂટિંગ (વાત્રિકા રિસોર્ટ, દેહગામ) કરવામાં આવ્યું હતું, જેમાં ૨ દિવસ નો સમય લાગ્યો હતો,જેનું ડાયરેકશન "અન્નું પટેલ" એ કરેલ છે,આ ગીત નાં ગાયક "જીગર ઠાકોર" છે,આ ગીત નાં શબ્દો ગીતકાર "હરજીત પનેસર" એ લખેલ છે, અને ગીત માં જે મજેદાર ડાયલોગ સાંભળવા મળે છે એ "દિપક પુરોહિત" એ બોલેલા છે જે ખુદ "રાઘવન ડિજીટલ" યુટ્યુબ ચેનલ નાં પ્રોડ્યુસર છે, આ ગીત ની કાસ્ટીંગ ની વાત કરીએ તો આ ગીત માં ગાયક કલાકાર "જીગર ઠાકોર,રોનક પંડ્યા અને રિયા જયસ્વાલ" એ એક્ટિંગ કરેલી છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જોક્સ- હવે બસ ખટખટ