Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનાના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 10 ગ્રામ સોનાનો નવો ભાવ જાહેર

gold rate
, મંગળવાર, 24 જૂન 2025 (14:37 IST)
Gold Price-  મંગળવારે સોના અને ચાંદીના રોકાણકારો માટે આંચકો લાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી વધી રહેલા સોનાના ભાવ આજે અચાનક ઘટી ગયા છે, જેના કારણે બજારમાં હલચલ મચી ગઈ છે. સ્થાનિક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં જ નહીં પરંતુ વૈશ્વિક બજારોમાં પણ સોનામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
MCX પર સોનામાં 1200 રૂપિયાથી વધુનો ઘટાડો
ભારતીય બજારમાં સવારના સત્રમાં, MCX પર ઓગસ્ટ ડિલિવરી માટેનું સોનું 98,173 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું, જે લગભગ 1.22% અથવા 1215 રૂપિયા ઘટી ગયું. આ ઘટાડો છેલ્લા બે અઠવાડિયામાં સૌથી મોટા ઘટાડામાંનો એક માનવામાં આવે છે.
ચાંદીમાં પણ સુસ્તી
માત્ર સોનું જ નહીં, ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. MCX પર ચાંદીના વાયદા આજે 0.24% ઘટીને 1,06,502 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યા. દિવસના શરૂઆતના વેપારમાં તે ઘટીને રૂ. ૧,૦૫,૯૦૫ પ્રતિ કિલો થઈ ગયો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

India vs England Test - ટીમ ઈંડિયાએ પોતાના પગ પર મારી લીધી છે કુહાડી, જો હારી ગયા તો કોણ રહેશે જવાબદાર ?