સોમવારના શેર બજાર ખૂલતાં જ સેન્સેક્સ 1,000 અંક નીચે આવી ગયું અને નિફ્ટી 50 ઇન્ડેક્સ નીચે આવી ગયું હતું.
વૈશ્વિક બજારમાં ઓમિક્રૉનને કારણે વધતી ચિંતાઓને કારણે ઓછી કિંમત પર શેરોનાં વેચાણની અસર ભારતીય શેર બજાર પર પણ દેખાઈ.
ઓમિક્રૉનને કારણે યુરોપમાં કડક પ્રતિબંધો લાગુ કરાયા છે અને વધતા કેસને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પણ સંકટની આશંકા છે. આ કારણોસર એશિયાની શેર બજારોમાં પણ સતત કડાકો જોવા મળ્યો છે અને તેલની કિંમતમાં સોમવારના કડાકો નોંધાયો છે.
આમાં સૌથી મોટું નુકસાન બજાજ ફાઇનેન્સમાં થયું જેના શેરમાં લગભગ ચાર ટકાનો ઘટાડો થયો.
આ લિસ્ટમાં ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, એમઍન્ડએમ અને એચડીએફસી બૅન્કનું સ્થાન પણ રહ્યું જ્યારે સોમવારે બજાર ખૂલતાંની સાથે નુકસાન થયું હતું.