Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Share market Updates- ઓમિક્રોનની દહેશતથી શેયર બજાર ધડામ સેંસેક્સ 56000ની નીચે નિફ્ટી 314 અંક નીચે

Share market Updates-  ઓમિક્રોનની દહેશતથી શેયર બજાર ધડામ સેંસેક્સ 56000ની નીચે નિફ્ટી 314 અંક નીચે
, સોમવાર, 20 ડિસેમ્બર 2021 (10:07 IST)
Share market Updates-  સપ્તાહના પહેલા દિવસે સોમવારે શેરબજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસઈનો 30 શેરનો મુખ્ય સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 494 પોઈન્ટના ઘટાડા સાથે 56,517 પર ખુલ્યો હતો. 
 
તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીએ આજે ​​16824 ના સ્તરથી વેપાર શરૂ કર્યો. શરૂઆતના વેપારમાં, નિફ્ટી 268.60 પોઈન્ટ ઘટીને 16,716.60 પર હતો, જ્યારે સેન્સેક્સ 1074.89 પોઈન્ટ ઘટીને 55,936.85 પર હતો. સેન્સેક્સમાં વિપ્રો, સન ફાર્મા અને એશિયન પેઈન્ટ્સ સિવાય તમામ શેયર લાલ નિશાનમાં હતા.

સોમવારના શેર બજાર ખૂલતાં જ સેન્સેક્સ 1,000 અંક નીચે આવી ગયું અને નિફ્ટી 50 ઇન્ડેક્સ નીચે આવી ગયું હતું.

વૈશ્વિક બજારમાં ઓમિક્રૉનને કારણે વધતી ચિંતાઓને કારણે ઓછી કિંમત પર શેરોનાં વેચાણની અસર ભારતીય શેર બજાર પર પણ દેખાઈ.

ઓમિક્રૉનને કારણે યુરોપમાં કડક પ્રતિબંધો લાગુ કરાયા છે અને વધતા કેસને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પણ સંકટની આશંકા છે. આ કારણોસર એશિયાની શેર બજારોમાં પણ સતત કડાકો જોવા મળ્યો છે અને તેલની કિંમતમાં સોમવારના કડાકો નોંધાયો છે.

આમાં સૌથી મોટું નુકસાન બજાજ ફાઇનેન્સમાં થયું જેના શેરમાં લગભગ ચાર ટકાનો ઘટાડો થયો.

આ લિસ્ટમાં ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, એમઍન્ડએમ અને એચડીએફસી બૅન્કનું સ્થાન પણ રહ્યું જ્યારે સોમવારે બજાર ખૂલતાંની સાથે નુકસાન થયું હતું.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Omicron india- દિલ્હીમાં ડરાવવા લાગ્યુ કોરોના મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના છ નવા કેસ દેશમાં અત્યાર સુધી કુળ 152 સંક્રમિત