લોકસભા ચૂંટણીની તારીખોનુ એલાન વિવિધ સર્વેક્ષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવારની આશાથી શેયર બજાર ઉછાળા મારી રહ્યુ છે. સોમવારે છેલ્લા છ મહિનાના ઉપરી સ્તર પર પહોંચ્યા પછી બજાર આજે ફરી શાનદાર તેજી સાથે ખુલ્યુ. બીજી બાજુ રૂપિયો પણ ડોલરના મુકાબલે 70ની નીચે ટ્રેડ કરી રહ્યો છે.
સેસેક્સમાં 300 અંકોની તેજી
બોમ્બે સ્ટોક એક્સચેનજ(બીએસઈ)ના 31 શેયરને સંવેદી સૂચકાંક સેંસેક્સ 195.55 અંક (0.53%)ના ઉછાળા સાથે 37,249.65 પર ખુલ્યો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ)ના 50 શેયરના સંવેદી સૂચકાંક નિફ્ટી 63.30 અંક (0.57%) મજબૂત થઈને 11,231.35 પર ખુલ્યો. બજારમાં વધારાની સ્થિતિ એ રહી કે 9.25 વાગ્યે સેંસેક્સના 30 શેયરમાં ખરીદી જ્યારે કે માત્ર 1 શેયરમાં વેચવાલી થઈ રહી હતી. બીજી બાજુ નિફ્ટીના 46 શેયરના ભાવ વધી ચુક્યા હતા જ્યારે કે ફક્ત 4 શેયરની કિમંત ઘટી હતી.
આ શેયરમાં તેજી
આ દરમિયાન સેંસેક્સના જે શેયરોએ સૌથી વધુ તેજી બતાવી તેમા એનટીપીસી (2.24%), વેદાંતા(1.92%), પાવર ગ્રિડ (1.83%), રિલાયંસ (1.60%), ટાટા મોટર્સ (1.56%), સન ફાર્મા (1.25%), એચસીએલ ટેક (1.25%), ઓએનજીસી (1.21%), ટાટ મોટર્સ ડીવીઆર(1.19%), આઈસીઆઈસી(1.17%), યસ બેંક (1.10%), વગેરે સામેલ રહ્યા. બીજી બાજુ નિફ્ટીમાં સૌથી વધુ તેજી કરનારા શેયરોમાં એનટીપીસી 2.97%, ટાઈટન 2.23%, પાવર ગ્રિડ 1.90%, હિંડાલ્કો 1.64%, વેદાંતા 1.61%, ટાટા મોટર્સ 1.59%, લાર્સન એંડ ટુબ્રો 1.46%, વેદાંતા 1.44%, રિલાયંસ 1.37%, અને ઈંડિયન ઓઈલ 1.24% સુધી મજબૂત થઈ ગયો.
આ શેયરના ભાવ ગબડ્યા
9.31 વાગ્યા સુધી ભારતી એયરટેલ (0.36%) સેંસેક્સનો એકમાત્ર ઘટાડો થનારો શેર હતો. બીજી બાજુ નિફ્ટી પર આ સમય સુધી જે છ શેરમાં ઘટાડો જોવા મળ્યો તેમા ઈંફ્રાટેલ 2.25%, આઈશર મોટર્સ 1.02%, બીપીસીએલ 0.59%, ભારતી એયરટેલ 0.28%, હીરો મોટો કોર્પ 0.28% અને યૂપીએલ 0.23% સુધી તૂટી ગયા.
મોદીની જીતનો વિશ્વાસ
આ પહેલા સોમવારે શેયર બજાર 6 મહિનાના શિખર પાર પહોંચી ગયો. લોકસભા ચૂંટણીની તારીખના એલાન અને બીજેપીના નેતૃત્વમાં આગામી સરકાર બનવાના માર્કેટના વિશ્વાસને કારણે બેંચમાર્ક ઈંડેક્સમાં તેજી આવી. રૂપિયો પણ મજબૂત થઈને બે મહિનામાં પહેલીવાર 70 નીચે આવી ગયો. આ દરમિયાન વિદેશી રોકાણકાર સતત બજારમાં પૈસા લગાવી રહ્યા છે.