Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શેર બજારમાં તેજી - 500 પોઈંટ્સ વધારા સાથે સેંસેક્સ 60247 પર, મારૂતિ 4% ઉપર, બેકિંગ સ્ટોકમાં ઉછાળ

શેર બજારમાં તેજી - 500 પોઈંટ્સ વધારા સાથે સેંસેક્સ  60247 પર, મારૂતિ 4% ઉપર, બેકિંગ સ્ટોકમાં ઉછાળ
, સોમવાર, 10 જાન્યુઆરી 2022 (11:32 IST)
અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજારમાં આજે ભારે તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટેઓક એક્સચેંજ(BSE)નો સેંસેક્સ 60 હજારને પાર ખુલ્યો. હાલ આ 500 પોઈંટ્સ ઉપર 60,247 પર વેપાર કરી રહ્યો છે. 15 સેકંડમાં માર્કેટ કૈપમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 
 
60,070 પર ખુલ્યો શેયર બજાર 
 
સેંસેક્સ 60,070 પર ખુલ્યો હતો. દિવસમાં તેને 60,250ની ઉપરી અને 60,064નુ નીચલુ સ્તર બનાવ્યુ. તેના 30 શેયર્સમાંથી 5 શેયર ઘટાડામાં છે. ટાટા કંસલ્ટેંસી સર્વિસેસ (TCS)ના શેયર 2% ઉપર બિઝનેસ કરી રહ્યા છે. બુધવારે આ કંપનીનુ પરિણામ આવશે. તેમા આ શેયરના બાયબૈકની જાહેરાત કરી શકે છે. સેંસેક્સનો વધનારો મુખ્ય સ્ટોકમાં 
ICICI બેંક, મારૂતિ, HDFC બેંક, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, કોટક બેંક છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત સિવિલ હોસ્પિટલમાંથી પાંડેસરાનો કોવિડ પોઝિટીવ યુવાન ભાગી ગયો