વિશ્વભરના શેર બજારોમાં ભારે ઘટાડાને પગલે સ્થાનિક બજાર પણ સરકી ગયું હતું. બીએસઈ સેન્સેક્સ 812 અંક નીચે 50,226.73 પર કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં ઈન્ડેક્સ 1,088 અંકો લપસીને દિવસના સૌથી નીચા સ્તરને 49,950.75 ની સપાટીએ પહોંચ્યો હતો. શરૂઆતના વેપાર દરમિયાન બધી કંપનીઓના શેર લાલ નિશાન પર ખુલ્યા છે. મોટો કડાકો ધરાવતા શેરમાં ઈન્ડસઇન્ડ બેન્ક, ઓનજીસી, એસબીઆઈ, એક્સિસ બેન્ક, આઇસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઇનાન્સ, બજા ફિનસર્વ અને પાવર ગ્રિડ શામેલ છે.
સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એક્સિસ બેન્ક 3.85 ટકા ઘટી 741.15 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક 3.46 ટકા ઘટી 1071.35 પર કારોબાર કરી રહ્યો છે.