SBIમાં જો તમારુ એકાઉંટ છે કે પછી તમે હોમ લોન લીધી છે તો તમારે કેટલીક વાતોનો ખાસ ખ્યાલ રાખવો પડશે. અનેકવાર તમે નોધ્યુ હશેકે તમારા ખાતામાંથી કેટલાક રૂપિયા કપાય જાય છે. આ પૈસા એ સર્વિસના બદલે હોય છે જે તમે લો છો. તેથી તમારે એ ધ્યાન રાખવુ પડશે કે કંઈ સર્વિસ પર તમારા ખાતામાંથી કેટલા પૈસા કપાય રહ્યા છે.
સેવિંગ્સ એકાઉંટ ઈંટરેસ્ટ રેટ - SBIના સેવિંગ્સ એકાઉંટ પર ફિકસ્ડ ઈંટરેસ્ટ રેટ નહી મળે. હવે આ ઈંટરેસ્ટ રેટ RBIના રેપો રેટ મુજબ રહેશે. જોકે સેવિગ્સ એકાઉંટમાં 1 લાખ રૂપિયાથી વધુ રકમ છે તો જ રેપો રેટના હિસાબથી વ્યાજ નક્કી થશે. એક લાખ રૂપિયાથી ઓછા સેવિંગ્સ પર 3.5 ટકા રેટથી વધુ વ્યાજ મળશે.
ફી અને ચાર્જ - જો તમારુ SBI માં એકાઉંટ છે કે પછી હોમ લોન લીધી છે તો તમને જુદા જુદા ફી અને ચાર્જની માહિતી હોવી જોઈએ. તેમાથી કેટલાક ચાર્જ અનિવાર્ય છે અને કેટલક તમારા પર ત્યારે લગાવાય છે જ્યારે તમે કેટલીક શરતોને પુરી નથી કરી શકતા.
આ છે ચાર્જ
સ્ટોપ પેમેંટ ઈંસ્ટ્રક્શન - 100 રૂપિયા અને GST
ડુપ્લીકેટ પાસબુક - 100 રૂપિયા અને GST કે 50 રૂપિયા અને GST
હોમ બ્રાંચ એકાઉંટમાં ટ્રાંસફર - કોઈ ચાર્જ નહી લાગે
ખાતામા પર્યાપ્ત રકમ ન હોવાથી ચેક રિટર્ન થતા - 500 રૂપિયા અને GST
તકનીકી ખામીને કારણે ચેક રિટર્ન થતા - 150 રૂપિયા અને GST
લોન એકાઉંટમાં સ્ટૈડિંગ ઈસ્ટ્રક્શન ફેલ થતા - 250 અને GST
સિગ્નેચર વેરીફિકેશન - 150 રૂપિયા સાથે GST
ખોટા એડ્રેસને કારણે ATM કાર્ડની કિટ કુરિયર બૉયના રિટર્ન કરતા - 100 રૂપિયા સાથે GST
ડિમાંડ ડ્રાફ્ટ બનાવવા પર - 5000 રૂપિયા સુધીના ડ્રાફ્ટ પર 25 રૂપિયા
5,000 થી 10,000 રૂપિયા સુધીના ડિમાંડ ડ્રાફ્ટ પર - GST સાથે 50 રૂપિયા
10001થી લઈને 1 લાખ રૂપિયાના ડિમાંડ ડ્રાફ્ટ પર - પ્રતિ 1000 રૂપિયા પર - GST સાથે 5 રૂપિયા (GST સહિત 60 રૂપિયા મિનિમમ)
1 લાખ રૂપિયાથી વધુની ડિમાંડ ડ્રાફ્ટ પર - પ્રતિ 1000 રૂપિયા પર GST સાથે 4 રૂપિયા, ન્યૂનતમ 600 રૂપિયા અને મૈક્સિમમ GST સહિત 2000 રૂપિયા
સેવિંગ્સ બેંક એકાઉંટ બંધ કરવા પર
ખાતુ ખોલવાના 14 દિવસની અંદર બંધ કરવા પર કોઈ ચાર્જ નહી
14 દિવસથી લઈને 1 વર્ષની અંદર બંધ કરાવવા પર 500 રૂપિયા અને તેના પર GST.
એક વર્ષથી વધુ જુના ખાતા બંધ કરાવવા પર કોઈ ચાર્જ લાગતો નથી.