રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડની આજે 43મી વાર્ષિક જનરલ મીતિંગ્ને ગ્રુપ ઓફ ચેયરમેન મુકેશ અંબાની સંબોધિત કરવાના છે. આ દરમિયાન રોકાણકારોને મુકેશ અંબાની પાસેથી રિલાયંસ જીયો સહિત ગ્રુપમાં મોટુ રોકાણ કરવાનુ એલાન કરવાની આશા છે. બપોરે બે વાગ્યે વીડિયો કૉન્ફેસિંગ વારા આ આયોજન શરૂ થશે. વીતેલા લગભગ 3 મહિનામાં 14 રોકાણકારો પાસેથી મોટુ રોકાણ મેળવી ચુકેલા રિલાયંસ જીયો પ્લેટફોર્મ્સને લઈને કેટલાક નવા પ્લાન્સની જાહેરાત મુકેશ અંબાણી તરફથી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત મુકેશ અંબાની રિટેલ બિઝનેસ, પેટ્રો કેમિકલ્સ, જિયો માર્ટ, જિયો ફાઈબર સહિત અન્ય સેક્ટરને લઈને પણ કેટલીક જાહેરાત કરી શકે છે.
આ ઉપરાંત ડિઝિટલ ઈંડિયા મૂવમેંટમાં રિલાયંસના યોગદાન અને આગળની યોજનાઓ પર પણ મુકેશ અંબાની તરફથી વાત કરી શકાય છે. રિલાયંસના ચેયરમેન મુકેશ અંબાની એવા સમયે સભા સંબોધિત કરવાના છે જયારે ગ્રુપની ટેલિકોમ કંપની રિલાયંસ જિયોને 25 ટકા ભાગીદારીને બદલે 1 લાખ કરોડ રૂપિયાથી વધુનુ રોકાણ કર્યુ છે. તાજેતરમાં જ ગૂગલની તરફથી પણ રિલાયંસ જિયોમાં 4 અરબ ડોલર એટલે કે 30,000 કરોડ રૂપિયાના રોકાણના પ્લાનના સમાચાર આવ્યા છે.
એવુ કહેવાય રહ્યુ છે કે જિયો અને ગૂગલ વચ્ચે શરૂઆતી વાતચીત થઈ ચુકી છે અને આગામી અઠવાડિયે આ સંબંધમાં એલાન કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 42મી જનરલ મીટિગ દરમિયાન મુકેશ અંબાનીએ આગામી 5 વર્ષમાં જિયોને એક પબ્લિક કંપની બનાવવાનુ વચન આપ્યુ છે. આજે તે કંપની સાથે જોડાયેલ મુખ્ય યોજનાઓને રજુ કરી શકે છે.
જો તમે લાઈવ સાંભળવા અને જોવા માંગો છો તો આ યુટ્યુબ ચેનલ