Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Reliance Jio નો ત્રિમાસિક લાભ 24 ટકા વધ્યો, 4173 કરોડ રૂપિયાની થઈ શુદ્ધ કમાણી

Reliance Jio નો ત્રિમાસિક લાભ 24 ટકા વધ્યો, 4173 કરોડ રૂપિયાની થઈ શુદ્ધ કમાણી
નવી દિલ્હી , શુક્રવાર, 6 મે 2022 (23:45 IST)
અરબપતિ વેપારી મુકેશ અંબાણીની કંપની રિલાયંસ જિયોનો જાન્યુઆરીથી માર્ચ 2022ની ચોથી ત્રિમાસિકમાં સ્ટૈડઅલોન લાભ 24 ટકા વધીને 4173 કરોડ રૂપિયા જઈ પહોચ્યો. 
 
કંપનીએ એક વર્ષ પહેલા આ સમયમાં 3360 કરોડ રૂપિયાનો પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે કર પછીનો લાભ નોધવામાં આવ્યો હતો. કંપનીની સ્ટોક એક્સચેંજમાં કરવામાં આવેલ ફાઈલિંગમાં આ વાત સામે આવી છે. 
 
31 માર્ચ 2022 ના સમાપ્ત નાણાકીય વર્ષ માટે રિલાયંસ જિયોનો કંસોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ નાણાકીય વર્ષ 21માં 12,071 કરોડ રૂપિયાની તુલનામાં લગભગ 23 ટકા વધીએ 14,854 કરોડ રૂપિયા થઈ ગયા. 
 
સ્ટૈંડઅલોન રેવેન્યુમાં પણ કંપનીએ રેકોર્ડ બનાવ્યો છે. કંપનીનો સ્ટેંડઅલોન રેવેન્યુ માર્ચ 2022મા 20 ટકા વધીને 20,901 કરોડ રૂપિયા થઈ ગઈ. આ પહેલા માર્ચ 2021માં આ 17,358 કરોડ રૂપિયા હતો. 
 
વાર્ષિક ઓપરેટિંગ રેવેન્યુમાં પણ 10.3 ટકાનો ઉછાળો જોવા મળ્યો. આ માર્ચ 2021ના 70,127 કરોડના મુકાબલે માર્ચ 2022માં 77,356 કરોડ રૂપિયા રહ્યો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતાને મેટરનિટી લીવ ન મળી તો 3 મહિનાનું બાળક પહોચ્યુ દિલ્હી HCમાં, કોર્ટે NDMCને આપ્યો લાસ્ટ ચાંસ