Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રતન ટાટાએ કહ્યુ - હુ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ છુ, અફવાઓ પર ધ્યાન ન આપો

રતન ટાટાએ કહ્યુ - હુ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ છુ, અફવાઓ પર ધ્યાન ન આપો
, સોમવાર, 7 ઑક્ટોબર 2024 (13:23 IST)
ઉદ્યોગપતિ, પરોપકારી અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા (86)ને સોમવારે વહેલી સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રતન ટાટા તેમનું રૂટિન ચેકઅપ કરાવવા માટે ત્યાં પહોંચ્યા છે. કોઈપણ પ્રકારની અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા, રતન ટાટાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું - હું મારા સ્વાસ્થ્ય વિશે ફેલાયેલી તાજેતરની અફવાઓથી વાકેફ છું અને દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે. મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે હું હાલમાં તબીબી તપાસ કરાવી રહ્યો છું. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું સ્વસ્થ છું
 
ઉપલબ્ધિઓના બાદશાહ છે રતન ટાટા 
રતન ટાટા 1991થી 2012માં પોતાની સેવાનિવૃત્તિ સુધી ટાટા સમૂહની હોલ્ડિંગ કંપની ટાટા સંસના અધ્યક્ષ હતા.  ટાટાને ટાટા સન્સ, ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના માનદ અધ્યક્ષનું બિરુદ આપવામાં આવ્યું છે. ટાટા ભારત અને વિદેશમાં વિવિધ સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ છે, જે ભારતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા પ્રમોટ કરાયેલા બે સૌથી મોટા પરોપકારી ટ્રસ્ટ છે.


તેઓ ટાટા ઈંસ્ટીટ્યુટ ઓફ ફંડામેંટલ રિસર્ચની પ્રબંધન પરિષદના અધ્યક્ષ છે. ટાટાએ ટાટા-કોર્નેલ કૃષિ અને પોષણ સંસ્થાની શરૂઆત કરી.  ભારત સરકારે 2008માં શ્રી ટાટાને તેના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. તેમને નાઈટ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને રોકફેલર ફાઉન્ડેશને તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂત કાઢવાના બહાને તાંત્રિકે બે બહેનોને રૂમમાં લઈ ગયા, એક પછી એકના કપડા ઉતાર્યા