ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ની અમદાવાદ ઓફિસે ત્રણ ભારત દર્શન ટ્રેન અને ત્રણ તીર્થયાત્રા ટ્રેનની જાહેરાત કરી છે. ગુજરાતના લોકો માટે જાહેર કરાયેલી આ તમામ છ ટ્રેનો રાજકોટથી શરૂ થશે. જ્યારે સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (અમદાવાદ), નડિયાદ, આણંદ અને વડોદરાના પેસેન્જરો ટ્રેનમાં બેસી શકશે. સ્લીપર અને થર્ડ એસી કોચમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને ચા-નાસ્તો, પોર્ટર,રાત્રિ ભોજન, માર્ગમાં પરિવહનની સુવિધા, ધર્મશાળામાં રોકાણની વ્યવસ્થા, ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડન સુવિધા, સફાઈ કર્મચારીઓની સાથે કોચમાં એનાઉન્સમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઈઆરસીટીસીના રિજનલ મેનેજર વાયુનંદન શુક્લાએ જણાવ્યું કે, પેસેન્જરોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે. એજ રીતે ટ્રેનમાં મુસાફરી માટે વેક્સિન લેનાર લોકોને ટ્રેનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.આઈઆરસીટીસી દ્વારા કોરોના કાળમાં બંધ કરાયેલ એર ટૂર પેકેજ પણ શરૂ કરવાની સાથે બુકિંગની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. ઓગસ્ટ 2021થી માર્ચ 2022 દરમિયાન અમદાવાદથી વિવિધ ટૂર પેકેજનું બુકિંગ શરૂ કરવામાં આવશે જેમાં હવાઈ મુસાફરીની સાથે રાત્રિ રોકાણ માટે થ્રીસ્ટાર હોટલ તેમજ પર્યટન સ્થળોએ જવા માટે એસી-નોનએસી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ સામેલ છે.
ટ્રેન પ્રવાસની તારીખ દર્શનીય સ્થળો
ઉત્તર દર્શન પિલગ્રિમ 28 ઓગસ્ટ
ઉજ્જૈન, મથુરા હરિદ્વાર, ઋષિકેશ અમૃતસર, વૈષ્ણોદેવી
સાઉથ દર્શન પિલગ્રિમ 11 ડિસેમ્બર
રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતી, મૈસુર
રામજન્મ ભૂમિ સ્પે. 25 ડિસેમ્બર
અયોધ્યા, છપૈયા, વારાણસી, પ્રયાગરાજ
સાંઈ દર્શન સ્પે. 26 સપ્ટેમ્બર
શિરડી, નાસિક, શનિ શિંગણાપુર, પૂણે મહાબળેશ્વર, ગોવા
સાઉથ દર્શન 2 નવેમ્બર
રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતી, મૈસુર
હરિહર ગંગે સ્પેશિયલ 16 નવેમ્બર
કોલકાતા, ગંગાસાગર, વારાણસી, પ્રયાગરાજ, ઉજ્જૈન