આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડ એ શુક્રવાર 1 માર્ચ 2019 પેટ્રોલની કિમંત 8 પૈસા અને ડીઝલની કિમંત 12 પૈસા વધારી. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 12 પૈસા વધીને 67.12 રૂપિયા પ્રતિ લીટર વહેંચાઈ રહ્યુ છે.
પેટ્રોલની કિઁમંત
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.81 રૂપિયા પ્રતિ લીટર અને કલકત્તામાં 73.90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. બીજી બાજુ મુંબઈમાં પેટ્રોલ 77.44 રૂપ્યા અને ચેન્નઈમાં 74.51 રૂપિયા થઈ ગયુ છે.
ડીઝલની કિમંત
આજે રાજધાની દિલ્હીમાં ડીઝલ 67.12 રૂપિયા અને કલકત્તામાં 68.91 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. બીજી બાજુ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડીઝલની કિમંત 70.31 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમા 70.93 થઈ ગઈ છે.