Publish Date: Fri, 19 Feb 2021 (08:54 IST)
Updated Date: Fri, 19 Feb 2021 (08:55 IST)
સરકારી તેલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની પ્રક્રિયા સતત 11 મા દિવસે ચાલુ રહી. આજે ડીઝલની કિંમત 33 થી 35 પૈસા વધી છે, જ્યારે પેટ્રોલની કિંમત પણ 30 થી 31 પૈસા વધી છે. ભાવ વધારા પછી દિલ્હીમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ 90 રૂપિયાને પાર કરી ગયો છે.
દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવ સર્વાધિક સ્તરે પહોંચી ગયા છે. આ બંને શહેરોમાં પેટ્રોલ તેના ઉચ્ચતમ સ્તરે છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.19 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 80.60 રૂપિયા પર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.62 રૂપિયા અને ડીઝલની કિંમત 87.67 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે.
જાણો મુખ્ય મહાનગરોમાં કેટલો ભાવ છે
આઇઓસીએલ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત નીચે મુજબ છે.
સિટી ડીઝલ પેટ્રોલ
દિલ્હી 80.60 90.19
કોલકાતા 84.19 91.41
મુંબઇ 87.67 96.62