Petrol & diesel price. આંતરરાષ્ટ્રીય બજારમાં વર્તમાન દિવસોમાં કાચા તેલના ભાવમાં તેજી આવ્યા છતા ગુરૂવારે ડીઝલ અને પેટ્રોલની કિમંતમાં કમી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છ દિવસો સુધી સતત ઘટાડો થયા પછી છેલ્લાક કેટલાક દિવસોમાં ભાવ સ્થિર છે. ગુરૂવારે ઓયલ માર્કેટિંગ કંપનીઓએ ડીઝલના ભાવમાં લગભગ 5 પૈસાનો વધારો કર્યો છે. પણ પેટ્રોલના ભાવમાં કોઈ વધારો થયો નથી. કિમંતોમાં ફેરફાર ગુરૂવારે સવારે 6 વાગ્યે થયો છે. પેટ્ર્લ પંપ દરરોજ સવારે 6 વાગ્યે નવી કિમંતોની માહિતી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 16 જૂનથી પેટ્રોલ અને ડીઝલની કિમંતો દરરોજ આતંરરાષ્ટ્રીય માર્કેટના હિસાબથી બદલાય રહી છે.
ઈંડિયન ઓઈલ કંપનીની વેબસાઈટ તરફથી મળેલી માહિતી મુજબ ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલ 71.18 રૂપિયા પ્રતિ લીટૅરની દરથી વેચાય રહ્યુ છે. જ્યારે કે ડીઝલ 65.86 રૂપિયામાં મળી રહ્યુ છે. બધી તેલ કંપનીઓના પેટ્રોલ પંપ પર કિમંત સમાન છે. આ જુદી વાત છે કે વિદેશી બજારમાં બ્રેંટ ક્રૂડનો ભાવ 72 ડૉલર પ્રતિ બૈરલની ઉપર વેપાર કરી રહ્યો છે.
જાણો તમારા શહેરમાં શુ છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ..
મુંબઈમાં પેટ્રોલ 76.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 69.05 પ્રતિ લીટર મળી રહ્યુ છે. કલકત્તામાં પેટ્રોલના ભાવ 73.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 67.66 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 73.88 અને ડિઝલ 69.66 પ્રતિ લીટર મળી રહ્યુ છે અને દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.18 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 65.91 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ
પેટ્રોલ ડીઝલ
અમદાવાદ રૂ. 68.59 68.91
રાજકોટ રૂ 68.42 68.76
સુરત રૂ. 68.57 68.86
વડોદરા રૂ. 68.31 68.58