લગભગ 120 દિવસના બ્રેક પછી હવે સામાન્ય લોક્કોને ક્યારેય પણ ઝટકો લાગી શકે છે. એક વધુ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ (Crude Oil) 14 વર્ષના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયુ છે. તો બીજી બાજુ 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણીનો આજે અંતિમ પડાવ આવી ચુક્યો છે. છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેંડને જોઈએ તો આ વાતની આશંકા છે કે સરકારી તેલ કંપનીઓ ડીઝલ-પેટ્રોલના ભાવ (Diesel-Petrol Prices) વધારવાની શરૂઆત હવે ગમે ત્યારે કરી શકે છે.
નવેમ્બર પછી નથી વધ્યા ડીઝલ-પેટ્રોલના ભાવ
ગયા વર્ષે નવેમ્બરમાં દેશના અનેક રાજ્યોમાં ડીઝલ પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર નીકળી ગયુ હતુ. ત્યારબાદ કેન્દ્ર સરકરે એક્સાઈઝ (Excise Duty) ઘટાડીને લોકોને મોંઘવારીથી રાહત આપી હતી. ત્યારબાદથી અત્યાર સુધી ડીઝલ પેટ્રોલના ભાવ વધાર્યા થી. પાછળથી રાજ્ય સરકારોએ વૈટ (VAT)ઘટાડ્યો તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઓછા થયા. જયરે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝમાં કપાત કરી હતી, ત્યારે ક્રૂડ ઓઈલ 82 ડૉલર પ્રતિ બૈરલની આસ પાસ હતી. ક્રૂડ ઓઈલ ગ્લોબલ માર્કેટમાં પણ હાલ 2008 પછી ઉચ્ચ સ્તર પર પહોંચી ચુક્યુ છે.
છેલ્લા 4 મહિનામાં આટલુ મોંઘુ થઈ ચુક્યુ હતુ ક્રૂડ ઓઈલ
રૉયટર્સની એક રિપોર્ટ મુજબ, બ્રેંટ ક્રૂડ (Brent Crude) રવિવારે વેપારમાં 11.67 ડોલર એટલે કે લગભગ 10 ટકા ચઢીને 129.78 ડોલર પ્રતિ બૈરલ સુધી પહોંચી ગયો. આ રીતે વેસ્ટ ટેક્સાસ ઈંટરમીડિએટ (WTI) પણ 10.83 ડોલર એટલે 9.4 ટકા ઉછળીને 126.51 ડોલર પ્રતિ બૈરલ પર પહોંચી ગયો. આ ક્રૂડ ઓઈલ અને વેસ્ટ ટેક્સાસ ઈંટરમીડિએટ બ્ને માટે જુલાઈ 2008 પછી સૌથી ઉચો સ્તર છે. નવેમ્બરની તુલના કરીએ તો ક્રૂડ ઓઈલ 58 ટકાથી વધુ ઉપર નીકળી ચુક્યો છે.
ચૂંટણીના કારણે પહેલા પણ થઈ ચુક્યુ છે આ કામ
વર્તમાન નીતિ હેઠળ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે ડીઝલ-પેટ્રોલના ભાવની સમીક્ષા કરે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ટ્રેન્ડ મુજબ સ્થાનિક બજારમાં ડીઝલ અને પેટ્રોલના છૂટક ભાવમાં વધારો કે ઘટાડો થાય છે. આ રીતે ડીઝલ-પેટ્રોલના ભાવમાં અત્યારે 50 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. સરકાર પર એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને કારણે લગભગ 4 મહિનાથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થયો નથી. ભૂતકાળમાં પણ આવું બન્યું છે, જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ક્રૂડના ભાવ વધ્યા પછી પણ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ 2 દિવસ પહેલા આ મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'તત્કાલ પેટ્રોલની ટાંકી ભરો. મોદી સરકારની ચૂંટણી ઓફર ખતમ થવા જઈ રહી છે.