Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

1 જૂનથી મોંઘુ થશે મોટર ઈંશોરેંસ, સરકારે વધાર્યો થર્ડ પાર્ટી વીમાનુ મિનિમમ રેટ, હવે એંજિન મુજબ થશે કસૂલી

1 જૂનથી મોંઘુ થશે મોટર ઈંશોરેંસ, સરકારે વધાર્યો થર્ડ પાર્ટી વીમાનુ મિનિમમ રેટ, હવે એંજિન મુજબ થશે કસૂલી
નવી દિલ્હી. , ગુરુવાર, 26 મે 2022 (15:40 IST)
કાર સહિત અન્ય ડ્રાઇવરો માટે આ મોટા સમાચાર છે. 1 જૂન, 2022 થી, તમારી કારની વીમા કિંમત વધશે (મોટર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હાઇક). કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે. હવે કારના એન્જિન પ્રમાણે વધુ રકમ ચૂકવવી પડશે.
 
માર્ગ અને પરિવહન મંત્રાલયે એક સૂચના જારી કરીને કહ્યું કે મોટર વીમાના પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર 2019-20 માટે કરવામાં આવ્યો હતો. કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. હવે અલગ-અલગ એન્જિન કેપેસિટી માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો દર વધારવામાં આવી રહ્યો છે. પ્રીમિયમના નવા દર 1 જૂનથી લાગુ થશે.
 
કયા વાહન પર કેટલો વધશે ખર્ચ 
મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1,000 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળા વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ રૂ. 2,094 નક્કી કરવામાં આવ્યું છે. 2019-20માં આ રકમ 2,072 રૂપિયા હતી. એ જ રીતે, 1,000 cc થી 1,500 cc સુધીના વાહનો પર થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ 3,221 રૂપિયાથી વધારીને 3,416 રૂપિયા કરવામાં આવ્યું છે. જોકે, 1,500 સીસીથી વધુના વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં નજીવો વધારો થયો છે. તે બે વર્ષ પહેલા 7,890 રૂપિયાથી વધીને 7,897 રૂપિયા થઈ ગયો છે.
 
બાઇક માટે પણ નવા રેટ નક્કી થયા 
ટુ વ્હીલર માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પણ બદલાશે. 1 જૂનથી, 150 સીસીથી 350 સીસી સુધીની બાઈકનું પ્રીમિયમ રૂ. 1,366 હશે, જ્યારે 350 સીસીથી વધુના એન્જિનનું પ્રીમિયમ હવે રૂ. 2,804 હશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતા-પિતાને ચેતવતો કિસ્સો - ખેડામાં બે ભાઈઓ વચ્ચે ગેમ રમવા બાબતે મનદુઃખ થતાં એક ભાઈએ બીજા ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દીધો