LPG Cylinder Price hike : મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્નમાં થાય છે. તેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી સ્વરૂપે જોવા મળશે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ તરફથી મળેલી માહિતી અનુસાર, 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે. ગયા મહિને પણ પહેલી નવેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો. સરકારી તેલ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પર ₹300ની સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી એક વર્ષમાં 12 સિલિન્ડર સુધી ઉપલબ્ધ છે.
સતત પાંચમા મહિને ભાવમાં થયો વધારો
19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે દિલ્હીમાં 1818.50 રૂપિયામાં મળશે. ગયા મહિને નવેમ્બરમાં જ આ સિલિન્ડરની કિંમતમાં ₹62નો વધારો થયો હતો. ઓક્ટોબરમાં આ સિલિન્ડર 1740 રૂપિયામાં ઉપલબ્ધ હતું. આ સતત પાંચમો મહિનો છે જ્યારે તેલ કંપનીઓએ આ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હી સિવાય કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1927.00 રૂપિયા થઈ ગઈ છે. આ ગેસ સિલિન્ડર મુંબઈમાં ₹1771.00 અને ચેન્નાઈમાં ₹1980.50માં ઉપલબ્ધ છે. 1 નવેમ્બરના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ, 1 ઓક્ટોબરે તેમાં ₹48.50, 1 સપ્ટેમ્બરે ₹39 અને 1 ઓગસ્ટે ₹6.50નો વધારો કરવામાં આવ્યો હતો.
ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત
આ વખતે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ 14.2 kg LPG સિલિન્ડરની કિંમત નીચે મુજબ છે.
દિલ્હી: ₹803.00
કોલકાતા: ₹829.00
મુંબઈ: ₹802.50
ચેન્નાઈ: ₹818.50