આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ, ઇન્ડેનનું એલપીજી સિલિન્ડર ફક્ત જૂના દરે જ ઉપલબ્ધ થશે. ઇન્ડિયન ઓલની વેબસાઇટ અનુસાર, બિન-સબસિડી વગરનો સ્થાનિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર
થયો નથી. સામાન્ય રીતે તેમના દર દર મહિનાની પહેલી તારીખે સુધારવામાં આવે છે. ગયા મહિને LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
19 કિલો સિલેંડરની કીમત વધી
19 કિલો વાળા એલપીજી સિલેંડરની કીમત આ મહીને 73 રૂપિયાનો વધારો કરાયુ છે. ઈંડિયન ઓયલની વેબસાઅઈટ મુજબ દિલ્લીમાં તેની કીમત 1550થી વધીરેને 1623 રૂપિયા પ્રતિ સિલેંડર થઈ ગયુ છે. તેમજ કોલકત્તામાં હવે આ 1629 રૂપિયાની જગ્યા 1701.50 રૂપિયામાં મળશે.
દિલ્હીમાં આ વર્ષે 1 જાન્યુઆરીના રોજ એલપીજી સિલેંડરના ભાવ 694 રૂપિયા હતો. 1 જુલાઈએ આ કિમંત 834 રૂપિયા છે. એટલે આ વર્ષે 138 રૂપિયા ઘરેલુ ગેસના ભાવ વધી ગયા છે. 4 ફેબ્રુઆરીના રોજ ભાવ વધારીને 719 રૂપિયા પ્રતિ સિલેંડર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ભાવ 769 રૂપિયા અને 25 ફેબ્રુઆરીએ ભાવ 794 રૂપિયા કરવામાં આવ્યો. એક માર્ચના રોજ સિલેંડરનો ભાવ 819 રૂપિયા કરવામાં આવ્યો. એપ્રિલમાં 10 રૂપિયાની કપત કરવામાં આવી છે. ત્યારબદ હવે જુલાઈમાં ભાવ 834 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.