Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઇન્ટિરિયર ડિઝાઇન સર્વિસિસની માગમાં થયો વધારો, શિવાલિક ગ્રૂપે હોમ ઇન્ટિરિયર સોલ્યુશન્સ બિઝનેસ LOFY કર્યો લોંચ

ઇન્ટિરિયર ડિઝાઇન સર્વિસિસની માગમાં થયો વધારો, શિવાલિક ગ્રૂપે હોમ ઇન્ટિરિયર સોલ્યુશન્સ બિઝનેસ LOFY કર્યો લોંચ
, શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:21 IST)
ભારતીય હોમ ઇન્ટિરિયર્સ અને રિનોવેશન માર્કેટનું અંદાજિત કદ રૂ. 1.5-2 લાખ કરોડ જેટલું થવા પામે છે. ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રી એક કુશળ વિજ્ઞાન છે, જેમાં તંદુરસ્ત અને વધુ આકર્ષક વાતાવરણની રચના માટે ઇન્ટિરિયરમાં સુધારો કરવા સહિતની કામગીરીઓ સામેલ છે. ભારતમાં ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રી અંગે જાણકારી અને અપેક્ષાઓમાં વધારાને લક્ષ્યમાં રાખતાં ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રી ઝડપી વૃદ્ધિ સાધી રહી છે. કોવિડ-19 બાદ ઇન્ટિરિયર ડિઝાઇન માર્કેટ અસંગઠિત ક્ષેત્ર તરફથી સંગઠિત સેગમેન્ટ તરફ વળી રહ્યું છે, તેમ તરલ શાહે જણાવ્યું હતું.
 
ઇન્ટિરિયર ડિઝાઇન માટે આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, ટ્રેડ પીપલ અને એજ્યુકેટર્સ તરફથી આયોજન તેમજ ઇન્ટિરિયરની રચના અને સજાવટ ઉપર ભાર મૂકવામાં આવે છે. ભારતીય રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી, વધતી વસતી, આવકમાં વધારો તથા શહેરીકરણ જેવાં પરિબળો ઇન્ટિરિયર ડિઝાઇન ઇન્ડસ્ટ્રીના વિસ્તરણને બળ આપે છે. સ્માર્ટ હાઉસ, સોશિયલ મીડિયા ઉપર ઇન્ફ્લ્યુઅન્સર્સ તથા લોકોના બદલાતા જીવનધોરણ અને જીવનશૈલી જેવાં પરિબળો ઇન્ટિરિયર ડિઝાઇન સર્વિસિસની માગમાં વધારાને યોગદાન આપે છે.
 
શિવાલિકના ડેવલપર્સ વિરાસત બનાવવાના મીશન ઉપર છે. તેમણે ઘણાં ઉત્કૃષ્ટ રેસિડેન્શિયલ અને કમર્શિયલ સ્પેસનું નિર્માણ કર્યું છે તથા ચેનલ પાર્ટનર્સનું વિશાળ નેટવર્ક તૈયાર કર્યું છે અને ટેક્નોલોજીમાં પણ રોકાણ કર્યું છે. તે વિવિધ કેટેગરીમાં યુઝર્સ તરફથી પ્રાપ્ત થયેલાં પ્રતિસાદોને આધારિત છે.
 
શિવાલિક વન-સ્ટોપ હોમ ઇન્ટિરિયર સોલ્યુશન "LOFY" દ્વારા હવે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને એક્ઝિક્યુશન ક્ષેત્રે પ્રવેશ્યું છે. આ ફ્લેગશીપ એક્સપિરિયન્સ સેન્ટર અમદાવાદમાં સેટેલાઇટ ખાતે કેશવબાગ પાર્ટીપ્લોટ નજીક શિવાલિક શિલ્પ - 2 ખાતે આવેલું છે.
 
Lofy પાસે સ્પેશિયલાઇઝ્ડ પ્રોજેક્ટ મેનેજર્સ છે, જે કાળજીપૂર્વક દરેક બાબતનો અભ્યાસ કરીને ક્લાયન્ટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. અહીં વ્યક્તિ પ્રોફેશ્નલ ડિઝાઇનર્સને મળીને તેમની જરૂરિયાત મૂજબ કામગીરી આગળ ધપાવી શકે છે. આ ઉપરાંત સાઇનિંગ એમાન્ટ સાથે સર્વિસ બુક કરાવ્યાં બાદ પ્રોજેક્ટ મેનેજર્સ તેમની અપેક્ષાઓ મૂજબ બેસ્ટ ડિઝાઇન પ્રદાન કરે છે. 
 
તરલ શાહે ઉમેર્યું હતું કે, ડિઝાઇન અને કમ્ફર્ટ વ્યક્તિના જીવનમાં સફળથા માટે મહત્વપૂર્ણ છે. તેને હાંસલ કરવા માટે ઘણાં ઘર માલીકો અસંગઠિત પ્રક્રિયામાંથી પસાર થતાં વિવિધ સમસ્યાઓનો સામનો કરે છે. તમારા સ્પેસની સારી ડિઝાઇન તમારી જીવનશૈલી અને વ્યક્તિત્વ સાથે સુમેળ ધરાવે છે. Lofy 3ડી વિઝ્યુલાઇઝેશન, કસ્ટમાઇઝ્ડ ફર્નિચર, પ્રોફેશ્નલ અને ટ્રાન્સપરન્ટ પ્રોજેક્ટ હેન્ડલિંગ તથા સમયસર ડિલિવરી દ્વારા શહેરી જીવનશૈલીની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0: આજે ગુજરાતના અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડનું આયોજન