આજના અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ તેમજ પૂજ્ય સરદાર પટેલ સાહેબની ૧૪૪મી જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત રહેલ મુખ્ય મહેમાન ડૉ.આર.એસ.સોઢી, એમ.ડી. જી.સી.એમ.એમ.એફ તેમજ રામસિંહ પરમાર, ચેરમેન જી.સી.એમ.એમ.એફ. તેમજ અમૂલ ડેરીએ સરદાર પટેલ સાહેબને તેમજ અમૂલના ઘડવૈયા ત્રિભુવનદાસ પટેલ, ડૉ. વી. કુરિયન તેમજ ડૉ.દલાયા સાહેબને યાદ કર્યા હતા.
સભાની શરૂઆતમાં રામસિંહ પરમારે અમૂલડેરીની વિવિધ યોજનાઓ, જુદા જુદા રાજ્યોમાં પ્લાન્ટના નવિનીકરણ તેમજ વિસ્તરણની વિસ્તૃત માહિતી દૂધ મંડળીઓમાંથી હજારોની સંખ્યામાં
ઉપસ્થિત સૌ પશુપાલકોને આપી હતી. તેઓએ પશુપાલકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારા વર્ષો ડેરીઉધોગના રહેશે તેમજ દૂધના વધુસારા ભાવો ચુકવવામાં આવશે.
આજના પ્રસંગના મુખ્ય મહેમાન ડૉ.આર.એસ.સોઢીએ તેમના વ્યક્તિત્વમાં ઘણીજ રસપ્રદ માહિતી આપેલ હતી. તેઓએ તેમના ૩૮ વર્ષના લાંબા અનુભવો પરથી રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય
પરિસ્થિતિઓનો ભૂતકાળ, વર્તમાન તેમજ ભવિષ્યની ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. ડૉ.સોઢીએ ત્રણ માસથી ચાલતા આર.સી.ઈ.પી.ની ચર્ચાની શરૂઆત કરી અને જ્ણાવ્યુ હતું કે ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલે તેમને રૂબરૂ ચર્ચા માટે દિલ્હી ખાતે તેમની ઓફિસે બોલાવ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું કે ભારત સરકાર દ્વારા આર.સી.ઈ.પી. સંબધિતે એવું કોઈ પગલું નહીં ભરાય કે જેથી ભારતના પશુપાલકોનું હિત જોખમાય.
પિયુષ ગોયેલે જ્ણાવ્યુ હતું કે તમે તમારા ચેરમેન તેમજ નિયામક મંડળ તેમજ પશુપાલકોને ભારત સરકાર તરફથી આશ્વાસન આપી શકો છો. જ્યારે આ વાતની જાહેરાત સભામાં કરવામાં આવી ત્યારે હજારોની સંખ્યામાં હજાર રહેલ પશુપાલકોએ તાળીઓના ગળગળાટથી વધાવી દીઘેલ અને સભામાં હર્ષાઉલ્લાશ જોવા મળેલ હતો. ડૉ.સોઢીએ જ્ણાવ્યું હતું કે આવનાર બે વર્ષો પશુપાલકોના રહેશે અને દૂધના ઘણા સારા ભાવો મળશે.
તેમણે પશુપાલકોને સૂચનકર્તા જણાવ્યું હતું કે હવે આવનાર વર્ષમાં દૂધ અને દૂધ પેદાશોની વધતી જતી માંગને પહોચી વળવા આપણે ગ્રામ્ય ક્ક્ષાએ દૂધ ઉત્પાદન વધારવું પડશે. દૂધ ઉત્પાદન
વધારવા માટે સારી નશ્લની ઓલાદો રાખવી,લીલા તથા સૂકા ઘાસચારાનો મહત્તમ ઉપયોગ કરવો પડશે. ડૉ.સોઢીએ પશુપાલકોના સંતાનો માટેની વાત કરતાં જ્ણાવ્યું હતુ કે તેઓ ૨૫ થી ૩૦ સારી
નશ્લના પશુઓ રાખી વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરી માસિક ૫૦ હજારથી વધુની આવક કરી શકે છે.
સભાના અંતમાં સંઘના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે સર્વ પશુપાલકો, સંઘના નિયામક મંડળ તેમજ મુખ્ય મહેમાન ડૉ.આર.એસ.સોઢીનો આભાર માન્યો હતો અને સ્વ. ઇન્દિરા ગાંધીના
નિર્વાણ દિવસ નિમિત્તે શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી.