Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1000 રૂપિયાથી પણ ઓછી કિમંતનો ફોન થઈ ગયો છે લોંચ, Type-C ચાર્જિંગ પોર્ટ અને Wireless FM નો મળશે સપોર્ટ, જાણો બધા ફીચર્સ

itel Ace 3 Heera
itel Ace 3 Heera
itel એ ભારતમાં તેનો નવો ફીચર ફોન, Ace 3 Heera લોન્ચ કર્યો છે. કંપનીએ તેની કિંમત રૂ.1,000 થી ઓછી રાખી છે. આ બજેટ ફીચર ફોનની મુખ્ય ખાસિયત તેનો USB Type-C ચાર્જિંગ પોર્ટ છે, જે આ કિંમતના ફોનમાં ભાગ્યે જ જોવા મળે છે. વધુમાં, ફોન AI બેટરી ઓપ્ટિમાઇઝેશન, બ્લૂટૂથ, વાયરલેસ FM અને 32GB સુધી સ્ટોરેજ વધારવા માટે સપોર્ટ આપે છે.

ફીચર ફોનમાં મળશે USB Type-C પોર્ટ  

 
itel ભારતમાં તેની સમગ્ર ફીચર ફોન રેન્જમાં USB ટાઇપ-C ચાર્જિંગ ઓફર કરનાર પ્રથમ બ્રાન્ડ હોવાનો દાવો કરે છે. આનો અર્થ એ થયો કે ફીચર ફોન ચાર્જ કરવા માટે હવે અલગ માઇક્રો-USB કેબલની જરૂર નથી. વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોન જેવા જ ટાઇપ-C કેબલનો ઉપયોગ કરીને ફોન ચાર્જ કરી શકશે. આ ફોન વાદળી, જાંબલી અને કાળા રંગના વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તે દેશભરમાં રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
 

AI બેટરી ઓપ્ટિમાઈજેશન અને Super Battery Mode

 
itel Ace 3 Heera માં 1,000mAh ની બેટરી આપવામાં આવી છે. કંપનીએ તેમા AI આધારિત બેટરી ઓપ્ટિમાઈઝેશન ફીચર પણ જોડ્યુ છે, આ બેટરી વપરાશને વધુ સારી રીતે મેનેજ કરવામાં મદદ કરે છે. ફોનમાં સુપર બેટરી મોડ પણ છે, જે બેટરી ઓછી હોય ત્યારે પણ લાંબા સમય સુધી ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
 

Bluetooth, Wireless FM અને 32GB સુધીનુ સ્ટોરેજ 

 
આ ફોનમાં Bluetooth સપોર્ટ છે, જેનાથી તમે વાયરલેસ ઇયરફોન અને સ્પીકર્સને કનેક્ટ કરી શકો છો. Wireless FM Radio પણ ઉપલબ્ધ છે, જે વાયર્ડ ઇયરફોન લગાવવાની જરૂર નથી પડતી.  યુઝર્સ તેમના પસંદગીના એફએમ પ્રોગ્રામ્સ રેકોર્ડ પણ કરી શકે છે. સ્ટોરેજ વધારવામાટે, તેમા microSD  કાર્ડ્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જેની મદદથી 32GB સુધી સ્ટોરેજ વધારી શકાય છે.
 

webdunia
itel Ace 3 Heera Price

કોલિંગ અને રોજબરોજના ઉપયોગ માટે અનેક ફીચર્સ  

 
itel Ace 3 Heera માં Auto Call Recording, મેમરી કાર્ડમાંથી કસ્ટમ રિંગટોન સેટ કરવાની ક્ષમતા, કોન્ટેક્ટ ફોટા અને 200 કોન્ટેક્ટ સેવ કરવાની ક્ષમતા છે. ફોનમાં King Talker Voice Assistant  પણ છે, જે હિન્દી અને અંગ્રેજી બંનેને સપોર્ટ કરે છે. આ નવા યુઝર્સ માટે ફોનનો ઉપયોગ કરવાનું સરળ બનાવે છે.

કિમંત અને ઉપલબ્ધતા 

 
itel Ace 3 Heera ની કિમંત 949 રૂપિયા છે. કંપની આ ફીચરના ફોન સથે એક વર્ષની રિપ્લેસમેંટ વોર્ંટી પણ આપી રહી છે. જે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ પર લાગૂ થશે. જો તમે ઓછી કિમંતમા Type-C ચાર્જિંગ, લાંબી બેટરી લાઈફ, Bluetooth અને Wireless FM જેવા ફીચર્સ વાળો ફોન ખરીદવા માંગો છો તો  itel Ace 3 Heera એક નવો વિકલ્પ બની શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શેરબજારમાં સામાન્ય તેજી સાથે શરૂઆત, આ મોટા શેર લાલ નિશાનમાં ખુલ્યા