Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાન સાથે વેપાર બંધ... ભારત પર નહી પડે કોઈ ફર્ક, પણ દુશ્મન દેશનો વળી જશે પરસેવો

india pakistan
નવી દિલ્હી. , શનિવાર, 3 મે 2025 (16:56 IST)
ભારત અને પાકિસ્તાનની વચ્ચે હવે વેપાર એકદમ બેન થઈ ગયો છે. ભારત પાકિસ્તાન પાસેથી ન તો કોઈ સામાન ઈમ્પોર્ટ કરશે કે ન તો કોઈ એક્સપોર્ટ કરશે. જો કે બંને દેશો વચ્ચે વેપાર  વધુ નહોતો. ભારતના કુલ વિદેશી વેપારના ફક્ત 0.06% જ પાકિસ્તાન સાથે છે. આ વેપાર છેલ્લા કેટલાક વર્ષોથી ઘટતો આવી રહ્યો છે. 
 
નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-જાન્યુઆરી)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર 500 મિલિયન ડૉલરથી ઓછો  રહ્યો. બીજી બાજુ આ દરમિયાન ભારતનો કુલ વેપાર 800 અરબ ડોલરથે વધુ હતુ. એવામાં જોવા જઈએ તો વેપાર બંધ થવાની વધુ અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પડશે.  જો કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ કમજોર છે આવામાં ભારતની સાથે બેન તેને માટે એક મોટો ઝટકો હશે.  
 
અટારી બોર્ડર પરથી વધુ વેપાર 
પહેલગામમાં હુમલા પછી ભારતે કાર્યવાહી કરતા અટારી બોર્ડર બંધ કરી દીધી. નાણાકીય વર્ષ 2023-24 મા આ રસ્તા બંને દેશો વચ્ચે 3800 કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો હતો. બીજી બાજુ નાણાકીય વર્ષ  2022-23 મા આ વેપાર 2250 કરોડ રૂપિયાથી વધુ હતો.  
 
વર્ષ 2019માં પુલવામાં આતંકી હુમલો થયો  હતો. એ પહેલા નાણાકીય વર્ષ 2018-19માં અટારી લૈંડ પોર્ટના માધ્યમથી બંને દેશો વચ્ચે કુલ વેપાર  4370 કરોડ રૂપિયાથી વધુ હતો. પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાની સામાનો પર 200% ચાર્જ લગાવી દીધો હતો. જેને કારણે બંને દેશો વચ્ચેના વેપારમાં ખૂબ ઘટાડો થઈ ગયો. નાણાકીય વર્ષ 2019-20 માં આ અટારી લેંડ પોર્ટના માધ્યમથી બંને દેશો વચ્ચે વેપાર ગબડીને 2772 કરોડ રૂપિય આ રહી ગયો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં સમર વેકેશનમાં ચાલશે 1400 વધુ બસો, જાણો ક્યા રૂટ પર વધુ ?