Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નોટબંધી - ઈનકમ ટેક્સ નોટિસ મળતા ગભરાશો નહી... કરો આ કામ

નોટબંધી - ઈનકમ ટેક્સ નોટિસ મળતા ગભરાશો નહી... કરો આ કામ
નવી દિલ્હી , શનિવાર, 26 નવેમ્બર 2016 (17:45 IST)
નોટબંધી પછી એકાઉંટ્સમાં થઈ રહેલ લેવડદેવડ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટની નજર છે. આવામાં જેમના પણ એકાઉંટ્સમાં વધુ લેવડ દેવડ થઈ રહી છે તેને આઈટી ડિપાર્ટમેંટની તરફથી ટેક્સ નોટિસ મળી શકે છે. જો કે તમને નોટિસ મળે તો ગભરાશો નહી.  પણ તેનો યોગ્ય રીતે જવાબ આપો. આ જરૂર યાદ રાખો કે તમારી પાસે હાઈ વેલ્યૂ ટ્રાંજેક્શન સંબંધિત ડોક્યૂમેંટ્સ હોવા જોઈએ. જેનાથી તમે સાબિત કરી શકો કે તમે તમારો યોગ્ય ટેક્સ સરકારના ખાતામાં જમા કરાવ્યો  છે. 
 
પીએમ મોદીએ નોટબંધી પછી કહ્યુ હતુ કે કોઈપણ પોતાના ખાતામાં 2.50 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. તેના પર તેમની સાથે કોઈ પૂછપરછ નહી થાય. બીજી બાજુ નાણાકીય મંત્રાલય મુજબ જનધન એકાઉંટ્સ માટે કેશ ડિપોઝીટની લિમિટ  50,000 રૂપિયા રાખવામાં આવી છે.  એકાઉંટ્સમાં થઈ રહેલ લેવડ-દેવડની માહિતી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટને બેંકોની વાર્ષિક સૂચના રિટર્ન દ્વારા મળશે. હાલ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટની નજર વધુ લેવડદેવડ પર છે. જો તમારી એકાઉંટ બુકમાં બધી લેવડ-દેવડ યોગ્ય રીતે નોંધાય છે અને તમારો ટેક્સ ભર્યો છે તો તમને કોઈ પરેશાની નહી થાય. 
 
નોટિસ મળતા શુ કરવામાં આવે 
 
1. નક્કી સમયમાં આપો જવાબ - જો તમને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મળે તો હંમેશા તેનો જવાબ નક્કી સમયમાં આપવો જોઈએ. નોટિસનો જવાબ આપાવામાં મોડુ ન કરવુ જોઈએ.  સામાન્ય રીતે નોટિસનો જવાબ આપવા માટે 7 થી 15 દિવસનો સમય મળે છે. 
 
2. ઈનકમ સોર્સના પ્રૂફ રાખો - ઈનકમ ટેક્સના નોટિસના જવાબમાં તમે ઈનકમના સોર્સ સાથેના બધા પ્રુફ તમારી સાથે રાખો.  તેથી જરૂરી છેકે જ્યારે પણ તમારા એકાઉંટમાં હાઈ વેલ્યુ ટ્રાંજેક્શન થાય તો તેનુ પ્રુફ જરૂર રકહો. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટને ફાઈનેશિયલ ઈયરના ફાઈલ કરવામાં આવેલ ઈનકમ ટેક્સ રિટર્નની કોપી આપવી પડી શકે છે.  પોતાની પર્સનલ અને કંપની બુક હંમેશા અપડેટેડ રાખવી જોઈએ.  જો તમારી એકાઉંટ બુક યોગ્ય છે તો તમને કોઈ પરેશાની નહી થાય. 
 
 
3 ખોટી માહિતી ન આપો 
 
નોટિસ મળતા ક્યારેય ખોટી માહિતી ન આપવી જોઈએ જો તમારા દ્વારા આપવામાં આવેલ કોઈ માહિતીમાં મિસ ઈંફોર્મેશન સ્ક્રૂટનીમાં પકડાય છે તો તમારી મુશ્કેલી વધી શકે છે.  
 
4. પ્રોફેશનલ ની મદદ લો. 
 
હાઈ વેલ્યુ ટ્રાંજેક્શન સાથે સંબંધિત જો નોટિસ મળે તો ઉતાવળમાં કોઈ પગલા ન લેશો. નોટિસને સમજવા અને તેનો યોગ્ય જવાબ આપવા તમારા  ચાર્ટર્ડ એકાઉંટટ કે ટેક્સ પ્રોફેશનલની મદદ લેવી જોઈએ. પ્રોફેશનલ પાસેથી તમને નોટિસનો યોગ્ય જવાબ આપવામાં મદદ મળશે. 
 
5. નોટિસ મળે તો ગભરાશો નહી 
 
સામાન્ય રીતે લોકો ઈંકમ ટેક્ષ તરફથી નોટિસ મળતા ગભરાય જાય  છે.  તેમા આ સલાહ છે કે નોટિસ મળતા ક્યારેય ગભરાશો નહી. કારણ કે આવુ કરવાથી ભૂલ થવાની શક્યતા રહે છે.  ઠંડા મગજથી વિચારો અને પ્રોફેશનલની મદદ લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND Vs ENG 3rd TEST: ભારતીય બોલરોને નામ રહ્યો પ્રથમ દિવસ : 268/8