સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુરૂવારે અચાનક એ સમયે હલચલ વધી ગઈ. જ્યારે યુઝર્સ પોતાના ફોલોઅર્સ કરવાની ફરિયાદ કરવા લાગ્યા. શુ તમે પણ એકાઉંટ પર ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા ઘટી છે ? જો હા તો ચિંતા ન કરશો. તમે એકલા નથી. ભારતમાં અનેક ટ્વિટર યુઝર્સે ગુરૂવારે મોડી રાત્રે પ્લેટફોર્મ પર પોતાના ફોલોઅર્સની સંખ્યામાં અચાનક ઘટાડાને લઈને ટ્વિટ કર્યુ છે. લોકો ટ્વિટરના સીઈઓને પરાગ અગ્રવાલને ટૈગ કરીને ટ્વિટ કરી રહ્યા છે.
ગુરૂવારે અચાનલ લાખો ટ્વિટર યુઝર્સે ફોલોઅર્સની સંખ્યા ઘટવાની ફરિયાદ કરી છે. અનેક વેરીફાઈડ યુઝર્સએ બ્લૂ ટિક પણ ટ્વિટરે પરત લઈ લીધા. અચાનકથી ટ્વિટર પર આ ફેરફારથી યુઝર્સ પરેશાન થઈ ગયા છે. લોકોએ ટ્વિટર હેલ્પ ડેસ્ક અને સીઈઓ પરાગ અગ્રવાલને ટૈગ કરવાની તેની ફરિયાદ કરી રહ્યા છે. અચાનકથી ફોલોઅર્સ ઓછા થઈ જવાથી જ્યા એકબાજુ લોકો પરેશાન છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ટ્વિટરે ફેક એકાઉંટ પર કાર્યવાહી કરી છે. જેને કારણે ફોલોઅર્સ ઓછા થયા છે.