Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો હાલ ઉત્તમ સમય, નીચા વ્યાજદરોથી ટેકો મળ્યો: ગગન ગોસ્વામી

પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો હાલ ઉત્તમ સમય, નીચા વ્યાજદરોથી ટેકો મળ્યો: ગગન ગોસ્વામી
, સોમવાર, 14 ડિસેમ્બર 2020 (15:13 IST)
કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રના લગભગ દરેક ક્ષેત્રો ઉપર નકારાત્મક અસરો પેદા થઇ છે તથા લોકડાઉનને પરિણામે જીડીપીમાં બીજા ક્રમે સૌથી વધુ યોગદાન આપતાં રિયલ એસ્ટેટ સેક્ટર પણ કોરોનાની ગંભીર અસરો સર્જાઇ હતી.જોકે, નવરાત્રી અને દિવાળીના તહેવારો બાદ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝના ખરીદદારોમાં વધારો થયો છે, જેને બેંકો તરફથી અત્યંત નીચા વ્યાજદરોથી ટેકો મળ્યો છે. તહેવારોની સીઝનમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને પ્રોપર્ટી ખરીદદારો માટે નવી તકોનું સર્જન થયું છે અને લોકડાઉન હળવું થયાં બાદ ઘર ખરીદનારાઓની સંખ્યામાં 8-10 ટકાનો વધારો થયો છે.
 
દિવાળી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં સકારાત્મક ગતિવિધિ વિશે વાત કરતાં હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એમડી ગગન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે. લોકડાઉન હળવું થવા સાથે બાંધકામક્ષેત્રની કંપનીઓએ પ્રોજેક્ટ્સ ઉપરની કામગીરીને પુનઃઆરંભી છે તેમજ કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાઓનું સખ્તાઇથી પાલન કરતાં શ્રમિકોની સલામતી સુનિશ્ચિત કરીને કામ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જયપુર, કાશી અને દિલ્હી જેવાં શહેરોના બિલ્ડર્સ સાથે કામગીરી ધરાવે છે. 
 
ગગન ગોસ્વામીએ ઉમેર્યું હતું કે, વર્તમાન સ્થિતિને જોતાં રિયલ એસ્ટેટ બિઝનેસને બળ આપવા માટે રેસિડેન્શિયલ નિર્માણ માટેની મંજૂરીની પ્રક્રિયા સેન્ટ્રલાઇઝ કરવી જોઇએ, જેના પરિણામે ઘણી બધી પ્રક્રિયાઓ સરળ બની જશે. હાલમાં પ્રક્રિયા લાંબી છે અને ઓનલાઇન પ્રક્રિયાથી બધાને લાભ થશે તેમજ સમય પણ બચશે.
 
પરંપરાગત રીતે બિલ્ડિંગના પાયાના નિર્માણમાં અકસ્માત અને આસપાસની બિલ્ડિંગને નુકશાન થવાની સંભાવનાઓ રહે છે. જોકે, હેરિટેજ વાજબી કિંમતે અદ્યતન ટેક્નોલોજી પ્રદાન કરે છે, જેનાથી કામદારોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરીને પ્રોજેક્ટને નિયત સમય પહેલાં પૂર્ણ કરવામાં મદદ મળે છે. અદ્યતન બાંધકામ ટેક્નોલોજી તમામ હીતધારકોને લાભદાયી બની રહેશે.
 
કંપનીએ દિવાળી બાદ ગત વર્ષની તુલનામાં 10થી15 ટકાની વૃદ્ધિ અનુભવી છે. સમગ્ર ભારતમાં કંપની 10-15 સાઇટ્સ ઉપર કામ કરી રહી છે. નાણાકીય વર્ષ 2018-19માં કંપનીનું ટર્નઓવર રૂ. 55 કરોડ હતું, જે વર્ષ 2017-18માં રૂ. 33 કરોડ અને વર્ષ 2016-17માં રૂ. 17 કરોડ હતું. નાણાકીય વર્ષ 2021માં પણ કંપની વૃદ્ધિને આગળ ધપાવવા માટે સજ્જ છે તથા આઇપીઓ લાવવાની પણ યોજના ધરાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાએ વર્ષ 2020 માં જીવનશૈલી બદલી, 20 મોટી વસ્તુઓ