Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gold Silver Price Today, 28 January, 2026: સતત બીજા દિવસે 21000 રૂ. ઉછળી ચાંદી, સોનુ પણ થયુ મોંઘુ, જાણો MCX પર આજનો રેટ

Gold price on MCX
સોનુ અને ચાંદીની કિમંતમાં આજે ફરીથી તેજી આવી છે.  MCX  પર શરૂઆતી વેપારમાં ચાંદીની કિમંત 21,000 રૂપિયાથી વધુ ઉછળી ગઈ જ્યારે કે સોનામાં 5,000 રૂપિયાની તેજી આવી. માર્ચમાં ડિલીવરી વાળી ચાંદી છેલ્લા સત્રમાં  356279.00 રૂપિયા કિલો પર બંધ થઈ હતી. આજે 364821.00 રૂપિયા પર ખુલી. શરૂઆતી વેપારમાં આ 21,376 રૂપિયાની તેજી સાથે 3,77,655 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોચી ગઈ. સવારે 10 વાગે ચાંદી 19,884 રૂપિયા એટલે કે 5.58 ટકા તેજી સાથે 3,76,163 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. 
 
સોનાની કિમંતમાં પણ ખૂબ તેજી આવી છે. એપ્રિલ ડિલીવરી વાળુ સોનુ અગાઉના સત્રમાં 1,67,921 રૂપિયા પર 10 ગ્રામના ભાવ પર બંધ થયો હતો.  આજે આ 171489.00 રૂપિયા પર ખુલ્યો અને શરૂઆતી વેપારમાં 1,72,949 રૂપિયા સુધી હાઈ થઈ ગયો. આ રીતે તેમા 5028 રૂપિયાની તેજી આવી. 10.10 વાગે આ 3494.00 રૂપિયા એટલે કે 2.08 ટકાની તેજી સાથે 1,71,415 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. 
 
કેમ વધી રહી છે કિમંત ?
સુરક્ષિત રોકાણની વધતી માંગ અને દુનિયાભરમાં તનાવનુ વાતાવરણ ને કારણે સોના ચાંદીની કિમંતમાં તેજી આવી છે. હવે સૌની નજર અમેરિકી ફેડરલ રિઝર્વ ના આજે આવનારા નિર્ણય પર ટકી છે. જો ફેડરલ રિઝર્વ વ્યાજદરને રોકવા કે ઓછો કરવાનો સંકેત આપે છે તો તેનાથી બજારમાં વધુ પણ સકારાત્મક વાતાવરણ બની શકે છે. આવુ એટલા માટે થાય છે કારણ કે જ્યારે વ્યાજ દર ઓછા થાય છે તો બોન્ડથી મળનારુ રિટર્ન પણ ઘટી જાય છે જેનાથી  સોના-ચાંદી જેવી સુરક્ષિત માનવામાં આવતી વસ્તુઓમાં રોકાણ કરવુ એવુ એટલા માટે થાય છે કારણ કે જ્યારે વ્યાજ દર ઓછા થાય છે તો બોંડથી મળનારુ રિટર્ન પણ ઘટી જાય છે. જેનાથી સોના-ચાંદી જેવી સુરક્ષિત માનવામાં આવતી વસ્તુઓમાં રોકાણ કરવુ આકર્ષક થઈ જાય છે.  
 
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવે પણ ઇતિહાસ રચ્યો. સોનાના ભાવ પ્રતિ ઔંસ $5,200 ને પાર કરી ગયા. આ વધારો ત્યારે થયો જ્યારે યુએસ ફેડરલ રિઝર્વના નાણાકીય નીતિના નિર્ણય પહેલા ડોલર લગભગ ચાર વર્ષમાં તેના સૌથી નીચા સ્તરે આવી ગયો. ભૂરાજકીય ચિંતાઓ પણ આ ઘટાડાનું કારણ હતી. સ્પોટ સિલ્વર 0.6% વધીને  113.63 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. સોમવારે તે 117.69 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીમાં લગભગ 60% નો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.
 
મુખ્ય શહેરોમાં સોનાની કિમંત 
 
સ્ટાન્ડર્ડ સોનું (22 કેરેટ) પ્રતિ 8 ગ્રામ 1,18,872 છે.
 
શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રતિ 8 ગ્રામ  1,29,672 છે.
 
મુંબઈમાં સોનાનો દર:
 
સ્ટાન્ડર્ડ સોનું (22 કેરેટ) પ્રતિ 8 ગ્રામ 1,18,752 રૂ.છે.
 
શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રતિ 8 ગ્રામ 1,29,552 છે.
 
 
ચેન્નાઈમાં સોનાનો દર:
 
સ્ટાન્ડર્ડ સોનું (22 કેરેટ) પ્રતિ 8 ગ્રામ  1,19,672 રૂ. છે.
 
શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રતિ 8 ગ્રામ 1,30,552 રૂ. છે.
 
 
હૈદરાબાદમાં સોનાનો દર:
 
સ્ટાન્ડર્ડ સોનું (22 કેરેટ) પ્રતિ 8 ગ્રામ  1,18,752 રૂ. છે.
 
શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રતિ 8 ગ્રામ 1,29,552 રૂ. છે.
 
 
અમદાવાદમા સોનાનો ભાવ 
 
સ્ટાન્ડર્ડ સોનું (22 કેરેટ) પ્રતિ 8 ગ્રામ 1,16,440  
 
શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રતિ 8 ગ્રામ 1,27,120 રૂ. છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેમાં ચારના દુઃખદ મોત થયા; ફક્ત એક જ બચી ગયો