Gold Price Today: યુએસ ફેડ રેટમાં વધારા વિશેની ચર્ચા યુએસ ફુગાવો અને લેબર ડેટાની અપેક્ષા કરતાં વધુ મજબૂત થયા પછી ગરમ થઈ છે. જેના કારણે આજે સોનાની કિંમત દબાણ હેઠળ છે. MCX પર સોનાને 59,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર તાત્કાલિક સપોર્ટ મળ્યો છે.
શુક્રવારે એશિયાઈ અને ભારતીય બજારાઅં સોનાના ભાવમાં ઘટાડો થયો. મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX) પર જૂન 2023 માટે સોનાના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ નીચામાં ખુલ્યો હતો પરંતુ ટૂંક સમયમાં ખરીદીમાં રસ જોવા મળ્યો હતો અને આજે બજાર ખુલ્યાની મિનિટોમાં સોનું રૂ. 59,900 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચી ગયું હતું.